Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

યોગમંત્રને શહેરીજનોએ સાર્થક બનાવ્યો : ભરૂચમાં ‘યોગમય ગુજરાત’ અભિયાન હેઠળ યોગ-ધ્યાન શિબિર યોજાઈ : ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિત અગ્રણીઓ અને અધિકારીઓએ યોગાભ્યાસ કર્યો

Share

 

ભરૂચ : ભરૂચ શહેરના નર્મદા નગર સ્થિત જીએનએફસી ગ્રાઉન્ડ ખાતે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત રાજ્ય યોગ બોર્ડ ગુજરાત તથા રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સંયુક્ત ઉપક્રમે ‘યોગમય ગુજરાત’ અભિયાન હેઠળ યોગ અને ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરમાં મોટી સંખ્યામાં શહેરીજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

Advertisement

ગુજરાત યોગ બોર્ડના સ્ટેટ કો-ઓર્ડિનેટર રાજેશ પંચાલે ઉપસ્થિત રહી નાગરિકોને વિવિધ યોગાસનો અને પ્રાણાયામ કરાવ્યા હતા. તેમણે યોગ અને ધ્યાનના મહત્વ અંગે માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે સ્વસ્થ જીવન માટે યોગ અને ધ્યાનનું મહત્વ અનિવાર્ય છે. વિવિધ આસનો અને પ્રાણાયામથી થતા શારીરિક તથા માનસિક ફાયદાઓ અંગે પણ તેમણે વિસ્તૃત માહિતી આપી હતી.

આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ નાગરિકોને સંબોધતાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોથી યોગને વૈશ્વિક સ્તરે વિશેષ ઓળખ મળી છે. વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે શરૂ કરાયેલા ‘સેવા સંકલ્પ અભિયાન’ હેઠળ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ યોજાઈ રહી છે, જેના ભાગરૂપે આ યોગ-ધ્યાન શિબિરનું આયોજન કરાયું છે.

તેમણે જણાવ્યું કે યોગ માત્ર કસરત નથી, પરંતુ શરીર, મન અને આત્માના સંતુલનનું માધ્યમ છે. શહેરના નાગરિકોને પોતાના દૈનિક જીવનમાંથી ઓછામાં ઓછો એક કલાક યોગ માટે ફાળવવા તેમણે અપીલ કરી હતી. વ્યક્તિ સ્વસ્થ હશે તો સ્વસ્થ પરિવાર અને સ્વસ્થ સમાજનું નિર્માણ થઈ શકશે અને તેના થકી સ્વસ્થ ભારતનું નિર્માણ શક્ય બનશે.

શિબિરમાં નિવાસી અધિક કલેક્ટર આર.બી. ભોગાયતા સહિત જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ, વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, પદાધિકારીઓ તથા મોટી સંખ્યામાં નાગરિકોએ સહભાગી બની યોગાભ્યાસ કર્યો હતો. ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડિનેટર બિનિતા પ્રજાપતિ અને કામિનાબા રાજ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં સમગ્ર જીએનએફસી ગ્રાઉન્ડ યોગમય બની ગયું હતું. શિબિરના અંતે ઉપસ્થિત નાગરિકોએ યોગને દૈનિક જીવનનો હિસ્સો બનાવવાનો સંકલ્પ કર્યો હતો.


Share

Related posts

નર્મદા જિલ્લામાં અતિ દુર્લભ ગણાતો અને ભાગ્યે જ જોવા મળતો બદામી રંગનો વાઈન સ્નેક દેખાયો.

ProudOfGujarat

-ભરૂચ દહેજ માર્ગ પર આવેલ એક્સાલ ગામ નજીક ઇકો કારે અચાનક પલ્ટી મારતા ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો …

ProudOfGujarat

અંકલેશ્વર ભરૂચી નાકા જલારામ મંદિર પાસે જર્જરિત બ્રિજ બનાવવા જુના દીવા રોડ બંધ થશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!