Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અફીણના ૧૧૩૨ કિલો પોષ ડોડ સાથે ઝડપાયેલા રાજસ્થાનના બે શખ્સોને ૨૦-૨૦ વર્ષની સજા : નર્મદા કોર્ટનો મોટો ચુકાદો : રૂ.૩૮.૩૨ લાખના મુદ્દામાલ સાથે ઝડપાયેલા બંને આરોપીઓને કુલ રૂ.૪ લાખનો દંડ ફટકારાયો

Share

 

નર્મદા :

Advertisement

નર્મદા જિલ્લાના સાગબારા નજીક અફીણના પોષ ડોડની મોટા જથ્થામાં હેરાફેરી કરતા ઝડપાયેલા રાજસ્થાનના બે આરોપીઓને નર્મદા જિલ્લાના એડિશનલ સેશન્સ કોર્ટે ૨૦-૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. સાથે જ બંને આરોપીઓને પ્રત્યેક રૂ.૨ લાખ લેખે કુલ રૂ.૪ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. દંડની રકમ નહીં ભરે તો વધુ એક વર્ષની સાદી કેદ ભોગવવાનો હુકમ પણ કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ૧૫ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ રાત્રે ૧૦:૪૫ કલાકે સાગબારા જૂની આર.ટી.ઓ. ચેકપોસ્ટથી આશરે ૨૦૦ મીટર દૂર ડેડિયાપાડા તરફ જતા હાઈવે પર કુંભી કોતરના ઢાળ પાસે પોલીસ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન રાજસ્થાનના ભંવરલાલ સુંડારામ બિસ્નોઈ અને અણદારામ શૌતાનરામ બિસ્નોઈને કેસરી રંગના ટેમ્પો નંબર HR-73-4997 સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા.

ટેમ્પોમાં લસણ ભરેલી ૬૦ પ્લાસ્ટિકની જાળીવાળી બોરીઓની નીચે છુપાવેલા ૬૧ મીણિયા કોથળામાંથી કુલ ૧૧૩૨ કિલો ૩૧૬ ગ્રામ અફીણના પોષ ડોડ મળી આવ્યા હતા. પોલીસે માદક પદાર્થની કિંમત રૂ.૩૩,૯૬,૯૪૮ સહિત ટેમ્પો, મોબાઈલ, રોકડ અને અન્ય સામગ્રી મળી કુલ રૂ.૩૮,૩૨,૧૦૮નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તપાસમાં મધ્યપ્રદેશના મંદસોરના અજાણ્યા શખ્સ પાસેથી માદક પદાર્થ મંગાવવામાં આવ્યો હોવાનું અને અન્ય બે આરોપીઓની સંડોવણી હોવાનું પણ સામે આવ્યું હતું.

આ કેસ નર્મદા જિલ્લાના એડિશનલ સેશન્સ જજ કે.આર. પંડયાની અદાલતમાં ચાલી ગયો હતો. જેમાં જિલ્લા સરકારી વકીલ જીતેન્દ્રસિંહ જે. ગોહિલે સાહેદો, દસ્તાવેજી પુરાવા તેમજ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ રજૂ કરી ધારદાર દલીલો કરી હતી. અદાલતે પુરાવાઓને ધ્યાને લઈ બંને આરોપીઓને એન.ડી.પી.એસ. એક્ટની કલમ ૮(સી), ૧૫ અને ૨૯ હેઠળ તકસીરવાર ઠેરવી ૨૦-૨૦ વર્ષની સખત કેદ અને કુલ રૂ.૪ લાખના દંડની સજા ફટકારી હતી.


Share

Related posts

અંકલેશ્વર ના પીરામણ ગામ પાસે આવેલ રેલવે ટ્રેક પર એક યુવાને ટ્રેન સામે આત્મહત્યા કરી પોતાનું જીવન ગુમાવ્યું…

ProudOfGujarat

અમદાવાદની શારદાબેન હોસ્પિટલમાં દર્દીના ભોજનમાંથી ગરોળી નીકળી, 3 દર્દીઓને ઝાડા ઉલટી

ProudOfGujarat

ભરૂચ એલ. સી. બી.એ અંકલેશ્વરના સજોદ ગામથી એક જુગારીને ઝડપી પાડયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!