Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

કેનેડાના બિઝનેસ વિઝા અપાવવાના બહાને ભરૂચના મેનેજર સાથે રૂ.11.49 લાખની ઓનલાઇન છેતરપિંડી : ફેસબુક પરની જાહેરાતના આધારે વિઝા કન્સલ્ટન્સીનો સંપર્ક કર્યો હતો, મોનીભાઈ સહિત ત્રણ શખ્સોએ અલગ-અલગ બહાને નાણાં પડાવ્યા

Share

। ભરૂચ ।

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના અવિધા ગામના 50 વર્ષીય નોકરીયાત સાથે કેનેડાના બિઝનેસ વિઝા અપાવવાની લાલચ આપી રૂ.11.49 લાખની ઓનલાઇન છેતરપિંડી થયાનો બનાવ સામે આવ્યો છે. ફેસબુક પરની જાહેરાતના આધારે સંપર્કમાં આવેલા વિઝા કન્સલ્ટન્સી સાથે સંકળાયેલા શખ્સોએ ટિકિટ બુકિંગ, એટર્ની ફી, શો-મની અને મેડિકલ ફીના નામે અલગ-અલગ તબક્કે નાણાં પડાવ્યા હતા. જોકે, લાંબા સમય સુધી વિઝા નહીં મળતાં આખરે ભોગ બનનારે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

Advertisement

પ્રાપ્ત વિગતો અનુસાર, અવિધા ગામના દોશી ફળિયામાં રહેતા જગદીશકુમાર દોશી અંકલેશ્વર GIDCની સ્વર્ણિમ ટેકનોક્રેટ્સ પ્રા.લિ.માં પરચેઝ મેનેજર તરીકે નોકરી કરે છે. તેમના મિત્ર પ્રજ્ઞેશ દોશી પાસે કેનેડાના વિઝિટર વિઝા હોવાથી તેમણે ફેસબુક પર આવેલી JS Trading નામની વિઝા ઇમિગ્રેશન કન્સલ્ટન્સીની જાહેરાતના આધારે સંપર્ક કર્યો હતો. ત્યારબાદ મોનીભાઈ નામના વ્યક્તિએ આશરે રૂ.5.50 લાખમાં બે મહિનામાં કેનેડાના બિઝનેસ વિઝા અપાવવાની ખાતરી આપી હતી.

આરોપીઓએ ટિકિટ બુકિંગ અને એટર્ની ફીના નામે રૂ.1,89,362, શો-મનીના નામે રૂ.2.30 લાખ તથા મેડિકલ અને બાયોમેટ્રિક ફીના નામે રૂ.37,300 સહિત અલગ-અલગ તબક્કે JS Tradingના HDFC બેંક ખાતામાં નાણાં જમા કરાવ્યા હતા. ફરિયાદ મુજબ, આ રીતે કુલ રૂ.11,49,640 પડાવવામાં આવ્યા હતા.

દરમિયાન મોનીભાઈનો સંપર્ક બંધ થતાં અન્ય શખ્સોએ અકસ્માતની વાત કરી વિઝાની પ્રક્રિયા આગળ વધારવાની ખાતરી આપી હતી. ત્યારબાદ અરજદારે મુંબઈ અને અમદાવાદ ખાતે બાયોમેટ્રિક પ્રક્રિયા પણ પૂર્ણ કરી હતી. જોકે, ઓગસ્ટ 2025 બાદ આરોપીઓએ સંપર્ક બંધ કરી દીધો હતો અને વિઝા પણ મળ્યા નહોતા.

આખરે જગદીશકુમાર દોશીએ 23 માર્ચ 2026ના રોજ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 પર ઓનલાઇન અરજી કરી હતી. ત્યારબાદ 22 નવેમ્બર 2026ના રોજ પોલીસ સમક્ષ રૂબરૂ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં મોનીભાઈ સહિત ત્રણ વ્યક્તિઓ સામે મળીને છેતરપિંડી કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પોલીસે ફરિયાદના આધારે કાયદેસરની તપાસ હાથ ધરી છે.


Share

Related posts

ભરૂચ-લ્યો બોલો,આખા ગામમાં માસ્ક વગર લોકોને પકડતી પોલીસ ફોટો પડાવતી વખતે જ ધ્યાન નથી રાખતી,શુ અહીંયા બીજા ગ્રહ ના લોકો ઝડપાયા છે..??જાણો વધુ

ProudOfGujarat

કરજણના વલણ ગામે તેજસ્વી તારલાઓનો 9 મો સન્માન સમારંભ યોજાયો.

ProudOfGujarat

રાજપીપળા : લોકડાઉનને પગલે કોંગ્રેસે ગુજરાતની જનતાની સહાય માટે સરકાર પાસે કરી આ માંગ જાણો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!