Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

જિલ્લાના ત્રણ તાલુકામાં મોસમનો ૧૦ ઈંચથી પણ વધુ વરસાદ નોંધાયો : વરસાદમાં જ રોડ-રસ્તાના ખસ્તાહાલથી લોકો પરેશાન

Share

ભરૂચ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં વાગરા તાલુકામાં સૌથી વધુ ત્રણ ઈચ વરસાદ ખાબક્યો

 

Advertisement

। ભરૂચ ।

ભરૂચ શહેર જિલ્લામાં મેઘરાજાએ ૧ જૂલાઈથી જાણે ચોમાસાનું ખાતું ખોલાવ્યું હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા એક સપ્તાહથી જિલ્લામાં સતત વરસાદી માહોલ રહેવાને કારણે જિલ્લાના વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ગત ૨૪ કલાકમાં તમામ ૯ તાલુકામાં મેઘરાજાની હાજરી નોંધાઈ હતી. જિલ્લામાં સૌથી વધુ વરસાદ વાગરા તાલુકામાં ૩ ઈંચ જેટલો નોંધાયો હતો. જયારે સૌથી ઓછો વરસાદ જંબુસરમાં ૮ મીમી રહ્યો હતો.

ભરૂચ શહેર જિલ્લામાં વરસાદી માહોલ જામતાં ખેડૂતો હરખાયાં છે. મોડો મોડો પણ છેલ્લા એક સપ્તાહથી સતત વરસી રહેલાં વરસાદે આખુ વાતાવરણમાં ઠડક પ્રસરી દીધી છે. દિવસ દરમિયાન સતત વાદળછાયું વાતાવરણ રહેવા સાથે છુટાછવાયા ઝરમરીયા પણ થતાં રહ્યાં હતાં. જોકે, કેટલાંક વિસ્તારોમાં અચાનક જોરદાર ઝાપટા પડી જવાને કારણે વિસ્તારમાં પાણી-પાણી થઈ ગયું હતું. જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. જેમાં એકંદરે રાત્રીના ૮થી ૧૨ વાગ્યા સુધીમાં સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ રહ્યો હતો. જેમાં સૌથી વધુ વાગરા તાલુકામાં ૭૮ મીમી એટલે કે અંદાજિત ત્રણ ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. જ્યારે સૌથી ઓછો વરસાદ જંબુસરમાં ૮ મીમી નોંધાયો હતો.

ભરૂચ જિલ્લામાં વરસાદના આગમનના હરખ વચ્ચે લોકોને રોડ-રસ્તાના ધોવાણને લઈને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જિલ્લામાં અંકલેશ્વરમા રોડ-રસ્તા તુટી જવાને કારણે વહિવટીતંત્ર દોડતું થયું છે. ત્યારે જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ રસ્તાઓ બિસ્માર થઈ

જવાની બૂમો ઉઠી રહી છે. ભરૂચમાં અનેક જગ્યાએ તંત્ર દ્વારા પેવર બ્લોક લગાવવામાં આવ્યાં છે. ત્યારે પેવર બ્લોક બેસી જવાને કારણે રોડ પર ખાડા પડયાં હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે.


Share

Related posts

ભરૂચ તેમજ સુરત જિલ્લા 6 તાલુકા ની જીવાદોરી પંડવાઈ સુગર ફેક્ટરીમાં 5.50 લાખ ટન શેરડી પીલાણ અટકી પડ્યું છે.

ProudOfGujarat

કુરબાની પહેલાં પશુનું સરઘસ કાઢશો તો જેલમાં ધકેલાશો

ProudOfGujarat

ભરૂચમાં લગ્નની વર્ષગાંઠની રાત્રે સ્ટોર ઓફિસર પર ચપ્પુથી હુમલાનો પ્રયાસ :

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!