Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દહેજ પોલીસ સ્ટેશનનો આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ  ₹60 હજારની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપાયો

Share

અકસ્માત મોતના કેસમાં દસ્તાવેજ આપવા બદલ  ₹1 લાખ માગ્યા હતા
ભરૂચ :
ભરૂચ જિલ્લાના દહેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ  કિરપાલસિંહ જગદીશભાઈ સોલંકીને એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવતા પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. ACBએ આરોપી પાસેથી ₹60 હજારની લાંચની રકમ કબજે કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ દહેજની એક ખાનગી કંપનીમાં કામ દરમિયાન એક કર્મચારીનું હાર્ટ એટેકથી મોત થયું હતું. આ બનાવ અંગે દહેજ પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો ગુનો નોંધાયો હતો, જેની તપાસ આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ કિરપાલસિંહ સોલંકી કરી રહ્યા હતા.
મૃતકના પરિવારજનોને ગ્રામ પંચાયતમાંથી મૃત્યુનો દાખલો મેળવવા માટે અકસ્માત મોતની જાહેરાત તેમજ પોસ્ટમોર્ટમ નોટની નકલની જરૂર હતી. આ દસ્તાવેજો આપવા બદલ આરોપી પોલીસકર્મીએ શરૂઆતમાં ₹1 લાખની લાંચની માંગણી કરી હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું. બાદમાં રકઝકના અંતે ₹70 હજાર લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કરી સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે ACB ભરૂચના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે. શિંદેના માર્ગદર્શન હેઠળ ટ્રેપ ગોઠવવામાં આવ્યો હતો.
ટ્રેપ દરમિયાન આરોપી કિરપાલસિંહ સોલંકીએ ફરીથી ₹70 હજારની માંગણી કરી હતી, જોકે અંતે ₹60 હજાર સ્વીકારતા જ ACBની ટીમે દહેજ પોલીસ સ્ટેશનના “વડદલા બીટ”ની ચેમ્બરમાંથી તેને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. ACBએ સ્થળ પરથી જ લાંચની રકમ કબજે કરી આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
આ ઘટનાને પગલે પોલીસ વિભાગમાં ભારે ચર્ચા જાગી છે. ACB દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Share

Related posts

માંગરોળ : વાંકલના બજારમાં ચીલ ઝડપ ચોરી કરતા ગઠિયાઓ બેફામ બન્યા : વેપારીના બેગની ઉઠાંતરી કરી ફરાર.

ProudOfGujarat

ઝાડેશ્વર અનુભૂતિ ધામ ખાતે રક્ષા બંધન પર્વની ઉજવણી કરાય 

ProudOfGujarat

ભરૂચ : લેન્ડ ગ્લેબિંગ પ્રોહિબિશન એકટ મુજબ કરેલ 15 ફરિયાદની તાત્કાલિક એફ.આઇ.આર. કરવા કલેકટરને આવેદનપત્ર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!