Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

નબીપુર નજીક હાઈવે પર ટેમ્પો ચાલકનો ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળતા તર્કવિતર્ક

Share

 

ભરૂચ:

Advertisement

 

ભરૂચ જિલ્લાના નબીપુર નજીક નેશનલ હાઈવે નં. 48 પર પાર્ક કરાયેલા એક ટેમ્પાની બાજુમાં ટેમ્પો ચાલકનો ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં નબીપુર પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી.

પ્રાથમિક માહિતી અનુસાર, મૃતકની ઓળખ અરબાઝ તરીકે થઈ છે. હાઈવે પર પાર્ક કરાયેલા ટેમ્પાની બાજુમાં દોરીના સહારે લટકેલી હાલતમાં તેનો મૃતદેહ જોવા મળતા સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે તાત્કાલિક મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.

પોલીસે ઘટનાસ્થળેથી જરૂરી પુરાવાઓ એકત્ર કરી અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. યુવકે કયા સંજોગોમાં આ પગલું ભર્યું, તેની પાછળ કોઈ વ્યક્તિગત, પારિવારિક કે અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પરિવારજનોના નિવેદનો બાદ મૃત્યુનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે.

હાલ સમગ્ર મામલે નબીપુર પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.


Share

Related posts

સુરેન્દ્રનગર : લીંબડી ખાતે આવેલ સરોવરિયા હનુમાનજીના મંદિરે ભકતોએ દર્શનનો લ્હાવો લીધો.

ProudOfGujarat

साजिद नाडियाडवाला की “हॉउसफुल4” की शूटिंग आज से लंदन में हुई शुरू!

ProudOfGujarat

સુરત ડીસીબી પોલીસે ઇકો કારમાં મોટો દારૂનો જથ્થો વહન કરનારા બે બુટલેગરોને સુરતનાં ખંભાસલા ગામ નજીકથી ઝડપી પાડયા હતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!