Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પાલેજ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર આંકડાનો જુગાર રમતાં ૬ શખ્સો ઝડપાયા: બે વોન્ટેડ :  રેલવે પોલીસે દરોડો પાડી રૂા. ૧૭,૦૦૦ રોકડા અને ૪ મોબાઈલ સહિત કુલ રૂા. ૨૫,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો :  મુખ્ય સંચાલકો પોલીસને ચકમો આપી ફરાર થઈ જતાં જુગારધારા હેઠળ ગુનો નોંધાયો

Share

 

ભરૂચ:
ભરૂચ રેલવે પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા સ્ટેશન વિસ્તારમાં હાથ ધરવામાં આવેલી પેટ્રોલીંગ દરમિયાન પાલેજ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પરથી આંકડાનો જુગાર રમાડતા અને રમતા ઈસમો વિરુદ્ધ લાલઆંખ કરવામાં આવી છે. પોલીસે દરોડો પાડીને સ્થળ પરથી ૬ શખ્સોને ઝડપી પાડ્યા હતા, જ્યારે બે મુખ્ય આરોપીઓ પોલીસને ચકમો આપી નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.

Advertisement

ભરૂચ રેલવે પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ હિરેનકુમાર, કોન્સ્ટેબલ સંજયભાઈ, લોકરક્ષક વિપુલભાઈ તથા નીતિનભાઈ પાલેજ રેલવે સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા. તે વેળાએ પ્લેટફોર્મ નંબર ૨-૩ ના વચ્ચેના ભાગે કેટલાક શખ્સોનું ટોળું શંકાસ્પદ હાલતમાં ભેગું થયેલું જણાતા પોલીસે તુરંત ત્યાં પહોંચી તપાસ કરી હતી. તપાસ દરમિયાન આ શખ્સો વરલી મટકાનો આંક ફરકનો જુગાર રમી અને રમાડી રહ્યા હોવાનું માલુમ પડ્યું હતું.

ઝડપાયેલા આરોપીઓ અને ફરાર શખ્સો
પોલીસે સ્થળ પરથી જુગાર રમતા નીચે મુજબના ૬ શખ્સોને ઝડપી પાડ્યા હતા:
૧. નજીર યાકુબ પટેલ (રહે. ખાનપુરદેહ, તા. જંબુસર)
૨. સાજીદ હસન પટેલ (રહે. પિસાદ, તા. વાગરા)
૩. રફીક નુરુદ્દીન ટીનવાલા (રહે. વીઆઈપી રોડ, વડોદરા)
૪. ધર્મેન્દ્રસિંહ જીલુભા ગોહિલ (હાલ રહે. રેન બસેરા, શક્તિનાથ, ભરૂચ. મૂળ રહે. ભાવનગર)
૫. જાફર ભુરા દિવાન (રહે. એસકે-૨ સોસાયટી, પાલેજ)
૬. ફરીદ અલી મોદી (રહે. સિમલિયા, તા. ભરૂચ)

ઝડપાયેલા શખ્સોની પૂછપરછમાં બહાર આવ્યું હતું કે તેઓ પાલેજ સ્ટેશને ઈલ્યાસ અમનખાન પઠાણ અને મુકેશ પાસે આંકડો લખાવવા આવતા હતા. જોકે, પોલીસને જોઈને આંકડો લખાવનાર મુખ્ય આરોપીઓ ઈલ્યાસ અમનખાન પઠાણ અને મુકેશ (બંને રહે. પાલેજ) ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

પોલીસે ઝડપાયેલા આરોપીઓ પાસેથી રોકડા રૂા. ૧૭,૦૦૦ તેમજ ૪ મોબાઈલ ફોન મળી કુલ રૂા. ૨૫,૦૦૦ થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. રેલવે પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધીને નાસી છૂટેલા બે શખ્સોને ઝડપી પાડવા માટે આગળની કાયદેસરની ચક્રો ગતિમાન કર્યા છે.


Share

Related posts

ડાકોરમાં ફાગણસુદ પુનમ નિમિત્તે યોજાનાર લોકમેળા દરમિયાન શહેરના માર્ગો ઉપર વાહનોની અવરજવર ઉપર પ્રતિબંધ મુકતું જાહેરનામુ બહાર પડાયું.

ProudOfGujarat

વડોદરામાં માત્ર ચાર કલાકમાં જ 3 મહિલા સહિત 5 લોકોના અછોડા તૂટ્યા

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકાના પ્રમુખનાં જાતિના પ્રમાણપત્રના વિવાદનો મામલો : ભરૂચ કલેકટર, ચૂંટણી અધિકારી, મ્યુનિસિપલ કમિશનર પાલિકા પ્રમુખને હાઈકોર્ટમાં હાજર થવા ફરમાન..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!