Proud of Gujarat
Uncategorized

ભોલાવ ગ્રામ પંચાયતની ગટર સફાઈ કામગીરીમાં સફાઈ કર્મીઓને ગટરમાં ઉતારાયા : સુરક્ષા ધોરણોને લઈ પ્રશ્નો

Share

 

ભરૂચ:

Advertisement

ભરૂચ તાલુકાના ભોલાવ ગામની ગ્રીન પાર્ક સોસાયટીની ગટર લાઇન પંચાયત હસ્તકની મુખ્ય ગટર લાઇનમાં જોડાય છે. મુખ્ય ગટર લાઇન ચોક-અપ થતાં વરસાદી પાણીનો ભરાવો સર્જાતા સ્થાનિકોએ ભોલાવ ગ્રામ પંચાયતમાં રજૂઆત કરી હતી. રજૂઆત બાદ પંચાયત દ્વારા તાત્કાલિક ગટર લાઇનની સફાઈ કરાવવામાં આવી હતી.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, પંચાયતના હોદ્દેદાર ન હોવા છતાં શ્રી સંજયસિંહ પરમારે સ્થળ પર હાજર રહી કામગીરીનું અંગત દેખરેખ હેઠળ નિરીક્ષણ કર્યું હતું. ઉપરાંત અવધૂતનગરના મુખ્ય માર્ગ પર પડેલા જોખમી ખાડાઓ પણ પુરાવી દેવામાં આવ્યા હતા. આ કામગીરી બદલ સ્થાનિકોએ ગ્રામ પંચાયતના તમામ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો.

જોકે, ગટર સફાઈ દરમિયાનના કેટલાક ફોટા સામે આવ્યા છે, જેમાં સફાઈ કર્મીઓ ગંદા પાણી ભરેલી ગટરમાં ઉતરીને સફાઈ કરતા જોવા મળે છે. ફોટાઓમાં કર્મચારીઓ પાસે સંપૂર્ણ સુરક્ષા સાધનો (PPE કિટ, ગેસ ડિટેક્ટર, સેફ્ટી હાર્નેસ, શ્વસન સુરક્ષા સાધનો વગેરે) હોવાનું સ્પષ્ટ દેખાતું નથી. જેના કારણે સુરક્ષા ધોરણોના પાલન અને મેન્યુઅલ સ્કેવેન્જિંગ પ્રતિબંધક કાયદાના અમલ અંગે પ્રશ્નો ઊભા થયા છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ ગટર અથવા મેનહોલની સફાઈ માટે મશીનરીનો ઉપયોગ પ્રથમ પ્રાથમિકતા હોવી જોઈએ અને માનવીને અંદર ઉતારવાની કામગીરી માત્ર કડક સુરક્ષા નિયમો અને જરૂરી સાધનો સાથે જ કરી શકાય છે.

આ મામલે ગટર સફાઈ દરમિયાન તમામ કાયદાકીય અને સુરક્ષા પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું હતું કે નહીં તે અંગે ભોલાવ ગ્રામ પંચાયત તરફથી સત્તાવાર સ્પષ્ટતા સામે આવી નથી. સ્થાનિકોમાં હવે આ મુદ્દે જવાબદાર તંત્ર દ્વારા સ્પષ્ટતા અને યોગ્ય તપાસની માંગ ઉઠી રહી છે.


Share

Related posts

દહેજમાં ઝૂપડાની આડમાં વિદેશીદારૂ વેચતાં બે ઝબ્બે : 2.65 લાખનો મુદ્દામાલ જપ્ત

ProudOfGujarat

ભરૂચની ભીડભંજનની ખાડીમાં જુગાર રમતાં ૬ ઝબ્બે : ૩ મહિલા સહિત ફરાર

ProudOfGujarat

ભરૂચમાં શ્રાવણિયો જુગાર રમતાં ચાર ઝડપાયા, ₹22 હજારનો મુદ્દામાલ જપ્ત :  વેજલપુર ગામડિયાવાડમાં હીરાના કારખાનાની પાછળ ખુલ્લી જગ્યામાં જુગારની મહેફિલ જામી હતી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!