Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

માંગરોળ તાલુકામાં વીજ કંપનીનું મેગા ચેકિંગ: વડોદરા વિજિલન્સની 30 ગાડીઓ સાથે 62 કર્મચારીઓની ટીમ ત્રાટકી, 49 કનેક્શનમાં વીજચોરી ઝડપાતા રૂ.15 લાખનો દંડ ફટકારાયો

Share

 

વાંકલ :

Advertisement

સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં વીજચોરીને ડામવા માટે વીજ કંપની દ્વારા મેગા ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. વહેલી સવારે 6 વાગ્યાથી શરૂ થયેલી આ કામગીરીમાં વડોદરા વિજિલન્સની 30 ગાડીઓ અને 62 કર્મચારીઓની ટીમ એકસાથે મેદાનમાં ઉતરી હતી. તાલુકાનાં અંદાજે 30 ગામોમાં સઘન ચેકિંગ હાથ ધરાતાં વીજચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો હતો.

માંગરોળ, મોસાલી, વેરાકુઈ, બોરસદ, ડુંગરી, સિમોદરા, આસરમા, ઝંખરડા અને રણકપુર સહિતનાં ગામોમાં વીજ ટીમોએ ઘરે-ઘરે તેમજ વિવિધ સ્થળોએ જઈ વીજ જોડાણો અને વીજ વપરાશની તપાસ કરી હતી. સમગ્ર દિવસ દરમિયાન હાથ ધરાયેલી તપાસમાં કુલ 670 વીજ કનેક્શનોની ચકાસણી કરવામાં આવી હતી.

આ તપાસ દરમિયાન 49 જેટલાં વીજ કનેક્શનોમાં ગેરરીતિ અને વીજચોરી ઝડપાઈ હતી. વીજ કંપનીએ વીજચોરી કરતા લોકો સામે કાર્યવાહી હાથ ધરી અંદાજે રૂ.15 લાખનો દંડ ફટકાર્યો હતો.

વડોદરા વિજિલન્સની મોટી ટીમ દ્વારા એકસાથે 30 ગામોમાં હાથ ધરાયેલા આ મેગા ચેકિંગ અભિયાનને પગલે વીજચોરી કરતા તત્વોમાં ભારે ફફડાટ ફેલાયો હતો. વીજ કંપનીની આ કાર્યવાહીએ સમગ્ર માંગરોળ પંથકમાં ચકચાર જગાવી છે.


Share

Related posts

ભરૂચ જિલ્લામાં આઇસીડીએસ દ્વારા કિશોરી મેળાનું આયોજન, આરોગ્ય-પોષણ અંગે જાગૃતિ

ProudOfGujarat

લીંબડીમાં કમળો, ડેન્ગ્યુ અને શરદી ઉધરસના કેસોમાં વધારો થતાં હોસ્પિટલમાં દર્દીઓની ભારે ભીડ

ProudOfGujarat

મીરે એસેટ દ્વારા ઇટીએફને ટ્રેકિંગ કરતા ભારતના પ્રથમ નિફ્ટી ફાઇનાન્સિયલ સર્વિસિસ ઈન્ડેક્સ મીરે એસેટ નિફ્ટી ફાઇનાન્સિયલ સર્વિસિસ ઇટીએફની શરૂઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!