Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ પરીક્ષામાં ભરૂચના ૨૪૪૯ વિદ્યાર્થીઓ સફળ : કામચલાઉ મેરિટ યાદી જાહેર, ૧૫ મે સુધી રજીસ્ટ્રેશન અને શાળા પસંદગી ફરજિયાત

Share

 

ભરૂચ

Advertisement

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા અમલમાં મુકાયેલી ‘મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ શિષ્યવૃત્તિ યોજના’ અંતર્ગત વર્ષ ૨૦૨૬ની પરીક્ષામાં ભરૂચ જિલ્લાના કુલ ૨૪૪૯ વિદ્યાર્થીઓ કામચલાઉ મેરિટ યાદીમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યા છે.

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા દર વર્ષે લેવામાં આવતી આ પરીક્ષાના આધારે ધોરણ ૯ થી ૧૨માં અભ્યાસ કરતા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. મેરિટમાં આવેલા વિદ્યાર્થીઓ માટે રજીસ્ટ્રેશન અને શાળા પસંદગીની પ્રક્રિયા તા. ૮ મે ૨૦૨૬થી શરૂ થઈ ગઈ છે, જે તા. ૧૫ મે ૨૦૨૬ સુધી ચાલુ રહેશે.

ભરૂચ જિલ્લામાં વર્ષ ૨૦૨૨-૨૩ થી ૨૦૨૫-૨૬ દરમિયાન આ યોજના હેઠળ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ લાભાન્વિત થયા છે. હાલમાં જિલ્લામાં ધોરણ ૯ના ૪૨૭, ધોરણ ૧૦ના ૪૨૩ અને ધોરણ ૧૧ના ૩૮૬ મળી કુલ ૧૨૨૬ વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિનો લાભ મેળવી રહ્યા છે.

યોજનાના નિયમો અનુસાર ધોરણ ૯ અને ૧૦માં અભ્યાસ કરતા સરકારી અને ગ્રાન્ટેડ શાળાના વિદ્યાર્થીઓને વાર્ષિક ₹૬,૦૦૦ તથા એમપેનલ્ડ નોન-ગ્રાન્ટેડ શાળાના વિદ્યાર્થીઓને વાર્ષિક ₹૨૨,૦૦૦ની સહાય આપવામાં આવે છે. જ્યારે ધોરણ ૧૧ અને ૧૨ના સરકારી તથા ગ્રાન્ટેડ શાળાના વિદ્યાર્થીઓને વાર્ષિક ₹૭,૦૦૦ અને એમપેનલ્ડ નોન-ગ્રાન્ટેડ શાળાના વિદ્યાર્થીઓને વાર્ષિક ₹૨૫,૦૦૦ની શિષ્યવૃત્તિ મળવાપાત્ર બને છે.

શિક્ષણ વિભાગે મેરિટમાં સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓ અને વાલીઓને સમયમર્યાદામાં રજીસ્ટ્રેશન તથા શાળા પસંદગીની પ્રક્રિયા પૂર્ણ કરવા અપીલ કરી છે.


Share

Related posts

સુરતના પાલનપુરમાં સ્તનપાન કર્યા બાદ પાંચ માસની માસૂમ બાળકીનું મોત.

ProudOfGujarat

ખંભાતમાં રામ નવમીની શોભાયાત્રા પર પથ્થરમારામાં એક વ્યક્તિનું મોત થતાં વડોદરાના રાણા પરિવાર એ આવેદન આપી ન્યાયની કરી માંગ.

ProudOfGujarat

ગરૂડેશ્વર તાલુકાના ભુમલીયા ગામમાંથી પ્રથમવાર દુર્લભ જાતિનો રેતીયો સાપ મળી આવ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!