Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સજોદના આંબેડકર નગરમાં ફટાકડા ફોડવાના મુદ્દે બે જૂથ વચ્ચે મારામારી, સામસામી ફરિયાદ : બેટ અને લાકડીથી હુમલાના આક્ષેપો; એક પક્ષના જયંતીભાઈને હાથના કાંડામાં ફ્રેક્ચર, બીજા પક્ષના ઈશાનને હોસ્પિટલમાં દાખલ કરાયો

Share

 

અંકલેશ્વર :: અંકલેશ્વર તાલુકાના સજોદ ગામના આંબેડકર નગરમાં નવા વર્ષના દિવસે ફટાકડા ફોડવાના અને તેનો કચરો ઉડવાના મુદ્દે બે જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારીની ઘટના બની હતી. જેમાં બંને પક્ષના સભ્યોને ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ મામલે બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

પ્રથમ પક્ષે વર્ષાબેન કનૈયાલાલ મકવાણાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તા. ૧૦ નવેમ્બરના રોજ રાત્રે આશરે ૯:૩૦ વાગ્યે તેઓ પુત્રવધૂ રૂસિતાબેન અને પુત્રી પ્રિયંકાબેન સાથે ઘરના દરવાજા પાસે ગયાં હતાં. આ દરમિયાન સામે રહેતા હેમંતભાઈ ભાલાવાલા, તેમની પત્ની કોકીલાબેન ઉર્ફે કિરણબેન, પુત્ર ઈશાન અને નિલેશ પરમાર સહિતના લોકો તેમના ઘરના આંગણામાં ફટાકડા ફોડી રહ્યા હતા. ફટાકડાનો કચરો ઘરમાં આવતો હોવાની રજૂઆત કરતાં બોલાચાલી શરૂ થઈ હતી અને બાદમાં બંને જૂથ વચ્ચે મારામારી થઈ હતી.

ફરિયાદમાં આક્ષેપ કરાયો છે કે, હેમંતભાઈએ બેઝબોલનું બેટ લાવી વર્ષાબેનની પીઠ પર અને વચ્ચે પડેલા તેમના દિયર જયંતીભાઈના જમણા કાંડા પર માર માર્યો હતો. કિરણબેને ફેંકેલા ઈંટના ટુકડાથી જયંતીભાઈના પગમાં ઈજા થઈ હતી. અન્ય શખ્સોએ પણ મારામારી કરી હતી. જયંતીભાઈને સિવિલ હોસ્પિટલમાં તપાસ દરમિયાન જમણા કાંડામાં ફ્રેક્ચર હોવાનું જણાયું હતું. આ ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો પણ આક્ષેપ કરાયો છે.

બીજા પક્ષે હેમંતકુમાર ભાલાવાલાએ સરદાર પટેલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ પરિવાર સાથે ઘરના આંગણામાં ફટાકડા ફોડી રહ્યા હતા ત્યારે મહેન્દ્ર પરમારે તેમની પત્ની કોકીલાબેનને ફટાકડાના કચરા બાબતે ગાળો આપવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ ફળિયાના અન્ય લોકો ભેગા થઈ તેમના પરિવાર સાથે મારામારી કરવા લાગ્યા હતા.

હેમંતભાઈના આક્ષેપ મુજબ, જયંતીભાઈએ લાકડી વડે તેમની પત્ની અને પુત્ર ઈશાનને માર માર્યો હતો. પોતાને પણ નાક, ડાબા હાથની કોણી અને છાતીના ભાગે ઈજાઓ થઈ હતી. તેમની કુટુંબી વહુ દીપિકાબેન અને કાકી ભાનુબેનને પણ માર મારવામાં આવ્યો હતો. ઈશાન સહિત પરિવારના સભ્યોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. ઈશાનને વધુ સારવાર માટે દાખલ રાખવામાં આવ્યો હતો.

આમ, ફટાકડા ફોડવા અને કચરો ઉડવાના સામાન્ય મુદ્દે શરૂ થયેલો વિવાદ બંને જૂથ વચ્ચે મારામારી અને સામસામી પોલીસ ફરિયાદ સુધી પહોંચ્યો છે. પોલીસે બંને પક્ષની ફરિયાદના આધારે કાયદેસરની તપાસ હાથ ધરી છે.


Share

Related posts

કચ્છના ખાવડા નજીક મોટી દુર્ઘટના બની,શીલા ઘસી પડતાં લોકો ફસાયા

ProudOfGujarat

અામોદના કોઠી – વાતરસા ગામમાં ખેડૂત સંમેલન યોજાયું…

ProudOfGujarat

પશ્ચિમ રેલવે પોલીસે પુરી-અમદાવાદ એક્સ. ટ્રેનમાંથી ૮ કિલો ગાંજો ભરેલી બેગ જપ્ત કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!