Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પશ્ચિમ રેલવે પોલીસે પુરી-અમદાવાદ એક્સ. ટ્રેનમાંથી ૮ કિલો ગાંજો ભરેલી બેગ જપ્ત કરી

Share

 

કોચ નંબર દના કોરિડોરમાં બિનવારસી હાલતમાં બેગ મળી હતી

Advertisement

ભરૂચ રેલવે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

। ભરૂચ । .

રેલવે મારફતે ગાંજાની હેરાફેરીનો કારસો પોલીસે ઝડપી પાડયો છે. પશ્ચિમ રેલવેની એસઓજીની ટીમ પુરી-અમદાવાદ એકસપેસમાં સુરત સ્ટેશનેથી ચઢી હતી. ચેકિંગ વેળાં અંકલેશ્વર આવતાં કોચ નં. eના કોરિડોરમાંથી ટીમને બિનવારસી હાલતમાં એક સુટકેશ મળી હતી. જેમાં તપાસ કરતાં કુલ ૪ લાખથી વધુની મત્તાનો ગાંજો હોવાનું ફલીત થયું હતું. ટીમે ભરૂચ રેલવે પોલીસમાં ફરિયાદ નોંધી આરોપીના સગડ મેળવવાની કવાયત હાથ ધરી છે.

વડોદરા પશ્વિમ રેલવેની એસઓજીની ટીમના સુરત કેમ્પમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતાં એચ. વી. રવિયા તેમજ તેમની ટીમ સુરત સ્ટેશન પરની અપડાઉન ટ્રેનોમાં ચેકિંગ કરતાં હોય છે. ત્યારે ૧૬ એપ્રિલે રાત્રીના ૧૨ વાગ્યાના અરસામાં તેઓ તેમની ટીમ સાથે સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૩ પર આવેલી પુરી અમદાવાદ એકસપ્રેસ ટ્રેનમાં ચેકિંગ અર્થે ચઢી હતી. તેઓ એક બાદ એક ટ્રેનના કોચમાં ચેકિંગ શરુ કરી હતી. અરસામાં અંકલેશ્વર રેલવે સ્ટેશન પહેલાં જનરલ અને રિઝવેશન કોચના કોરીડોર વચ્ચે એક મરૂન કલરની સુટકેસ મળી આવતાં તેમણે આસપાસના પેસેન્જરોની પુછપરછ કરી હતી. તે ક્યાં પેસેન્જરની છે તે તપાસવા માટેના તમામ પ્રવાસ કર્યા હતાં. કોઈએ ત્યા બેગ મુકી ગયો હોય તે કોઈએ જોયુ છે કે કેમ તે અંગે પણ પુછતાછ કરી હતી.

જોકે, બેગ બાબતે કોઈએ તેનો માલિક હક્ક દાખવી ન હતી કે કોઈએ તે બેગ કોની છે તે અંગેની પણ વિગત નહીં આપતાં ટીમે ભરૂચ રેલવે સ્ટેશનના પ્લેટ ફોર્મ નંબર ૩ પર ટ્રેન ઉભી રહેતાં ટીમે સુટકેસ લઈને નીચે ઉતરી તપાસ કરતાં તેમાં બાઉન કલરની સેલોટેપથી પેક બનાવેલાં હોઈ તેમાં તપાસ કરતાં તેમાં વનસ્પતિ જન્ય નશાકારક પદાર્થ ભરેલો હોવાનું માલુમ પડયું હતું. ટીમે તુરંત એફએસએલ સહિતની ટીમને બોલાવી ચકાસણી કરતાં તેમાંથી મળેલાં વનસ્પતિજન્ય નશાકારક પદાર્થનું પુષ્પકરણ કરતાં તે ગાંજો હોવાનું માલુમ પડયું હતું. ટીમે તેનું વજન કરતાં તેમાં કુલ ૮,૦૧૯ કિલો એટલે કે કુલ ૪,૦૦,૯૫૦ ની મત્તાનો ગાંજો હોવાનું માલુમ પડયું હતું. ટીમે પ્રાથમિક તબક્કે અજાણ્યા શખ્સ વિરૂદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી તેના સગડ શોધવા માટેની કવાયત હાથ ધરી હતી.


Share

Related posts

રાજપીપળા : મંથન નર્મદા લોક વિજ્ઞાન કેન્દ્ર, રાજપીપળા દ્વારા પાણીને સાંકળતા વિષયો આધારિત ચિત્રસ્પર્ધાનું આયોજન.

ProudOfGujarat

ભરુચ ખાતે GST રજિસ્ટ્રેશન હેલ્પ ડેસ્ક સેન્ટર નું પ્રિન્સિપાલ ચીફ કમિશનર રાજીવ ગુપ્તા ના હસ્તે ઉદ્ઘાટન.

ProudOfGujarat

અંકલેશ્વરના ખરોડ પાસે ચાલતા કેમિકલ ચોરીના કૌભાંડનો પર્દાફાશ, એક આરોપીની ધરપકડ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!