Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વાલિયાની શ્રી રંગ નવચેતન મહિલા આર્ટ્સ કોલેજમાં મહિલા સશક્તિકરણ પર બે દિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ : ન્યૂઝીલેન્ડ, ફિલિપાઇન્સ, બલ્ગેરિયા સહિતના દેશોના નિષ્ણાતોએ વૈશ્વિક સ્તરે મહિલા સશક્તિકરણની તકો, પડકારો અને વિકાસ અંગે વિચારો રજૂ કર્યા

Share

 

વાલિયા સ્થિત શ્રી રંગ નવચેતન મહિલા આર્ટ્સ કોલેજ તથા Social Science & Management Welfare Association (Women Cell)ના સંયુક્ત ઉપક્રમે તા. 3 અને 4 નવેમ્બર, 2026ના રોજ મહિલા સશક્તિકરણ વિષય પર બે દિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદ ICWE–2026નું આયોજન કરવામાં આવ્યું હતું. “Women Empowerment for Sustainable and Inclusive Development: Opportunities, Challenges and Global Perspectives” વિષય આધારિત આ પરિષદમાં દેશ-વિદેશના શિક્ષણવિદો, સંશોધકો અને નિષ્ણાતોએ ભાગ લઈને મહિલા સશક્તિકરણના વિવિધ પાસાઓ પર પોતાના વિચારો રજૂ કર્યા હતા.

Advertisement

પરિષદના ઉદ્ઘાટન સત્રમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતના કુલપતિ ડૉ. કે. એસ. ચાવડા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડૉ. રમેશદાન સી. ગઢવી, ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી અને જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલ વિશિષ્ટ અતિથિ તરીકે જોડાયા હતા.

પરિષદના પ્રથમ દિવસે ન્યૂઝીલેન્ડના પ્રો. ડૉ. સિહામ અલ-કાફાફી, ફિલિપાઇન્સના ડૉ. બ્લેસ મેરિકર બી. રામોસ, બલ્ગેરિયાના ડૉ. સિલ્વિયા જ્યોર્જિએવા સહિત ભારતનાં ડૉ. સવિતા મિશ્રા અને ડૉ. નેહા અરુણ હરિયાણીએ મહિલા સશક્તિકરણ, સમાનતા, સામાજિક વિકાસ અને મહિલાઓની વૈશ્વિક ભૂમિકા અંગે માર્ગદર્શન આપ્યું હતું.

આંતરરાષ્ટ્રીય પરિષદ દરમિયાન સંશોધકો અને પ્રાધ્યાપકો માટે પેપર પ્રેઝન્ટેશનના વિવિધ સત્રો પણ યોજાયાં હતાં. પ્રથમ દિવસના ટેકનિકલ સત્રનું અધ્યક્ષસ્થાન શિવાજી કોલેજ (દિલ્હી યુનિવર્સિટી)નાં આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. રિના કુમારી અને વ્યારા કોલેજનાં અંગ્રેજી વિભાગનાં આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. હિના પટેલે સંભાળ્યું હતું. જ્યારે સત્રનું સંચાલન દિલ્હી યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગના રિસર્ચ સ્કોલર મુહમ્મદ અનસે કર્યું હતું.

પરિષદના બીજા દિવસે સમાપન સત્રમાં પ્રો. રૂબી ઓઝા, યુનાઇટેડ આરબ અમીરાતનાં ડૉ. હિમા પરમેશ્વરન, પ્રો. જી. મેરી સુનંદા, પ્રો. રીના પાઠક, ડૉ. જ્યોતિ ઠાકુર, પ્રો. (ડૉ.) હેતલ એમ. પંડ્યા અને ડૉ. પાયલ સી. પટનાઈકે શૈક્ષણિક, સામાજિક અને આર્થિક ક્ષેત્રે મહિલાઓ માટે ઉપલબ્ધ તકો તેમજ વિવિધ પડકારો અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ પ્રસંગે ડૉ. હેમાલીબેન દેસાઈ, ડૉ. કેયુર કે. પારેખ, ડૉ. સંગીતાબેન કે. મિસ્ત્રી અને ડૉ. સુરવિરસિંહ ઠાકોર વિશિષ્ટ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

બીજા દિવસના ટેકનિકલ સત્રનું અધ્યક્ષસ્થાન ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદના સંસ્કૃત વિભાગના અધ્યક્ષ ડૉ. મહેશ પટેલ અને વલસાડ કોલેજના અંગ્રેજી વિભાગના અધ્યક્ષ પ્રો. જાગૃતિ પટેલે સંભાળ્યું હતું. જ્યારે સત્રનું સંચાલન શિવાજી કોલેજ (દિલ્હી યુનિવર્સિટી)નાં આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. રિના કુમારીએ કર્યું હતું.

આ આંતરરાષ્ટ્રીય પરિષદના સફળ આયોજનમાં શ્રી નવચેતન એજ્યુકેશન સોસાયટી (ટ્રસ્ટ)ના સેક્રેટરી ડૉ. વનરાજસિંહ મહિડા, ઇન્ચાર્જ આચાર્ય પ્રા. ડૉ. નિયતિ બી. ભટ્ટ, કોન્ફરન્સ સેક્રેટરી પ્રા. ડૉ. દિલાવરખાન એન. પઠાણ, કન્વીનર પ્રા. ડૉ. અલકા એન. ચૌહાણ સહિત આયોજન સમિતિના સભ્યો, પ્રાધ્યાપકો, બિનશૈક્ષણિક કર્મચારીઓ અને વિદ્યાર્થીનીઓએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. દેશ-વિદેશના નિષ્ણાતોની સહભાગિતા અને સંશોધનપત્રોની રજૂઆત સાથે બે દિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદનું સફળતાપૂર્વક સમાપન થયું હતું.


Share

Related posts

ભરૂચ : 2 બોલેરો પિક અપ ગાડીમાંથી રૂ. 11,91,600 નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી નબીપુર પોલીસ.

ProudOfGujarat

લીંબડી નગરપાલિકા દ્વારા G20 સિટી વોક મેરેથોન યોજાઇ.

ProudOfGujarat

અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનના મર્ડરના ગુનામાં સને 1992થી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી. પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!