Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સોશિયલ મીડિયા પર ખોટા ફોટા વાયરલ કરવાની ધમકીથી યુવતી ત્રસ્ત, અભયમ-181ની મદદથી મળ્યો રાહત

Share

 

ભરૂચ:

Advertisement

ભરૂચ જિલ્લામાં એક અવિવાહિત યુવતીને તેના જ ફળિયામાં રહેતા એક શખ્સ દ્વારા સોશિયલ મીડિયા પર ખોટા ફોટા વાયરલ કરવાની, બદનામ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી માનસિક રીતે હેરાન કરવામાં આવતી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ભયના માહોલમાં જીવતી યુવતીની મદદે અભયમ-181 મહિલા હેલ્પલાઇનની ટીમ પહોંચી હતી અને કાઉન્સેલિંગ બાદ સમગ્ર મામલે સમાધાન કરાવ્યું હતું.

મળતી માહિતી મુજબ, ભરૂચ જિલ્લાના એક વિસ્તારમાં રહેતી યુવતીને તેના જ ફળિયામાં રહેતો એક વ્યક્તિ મોબાઇલ ફોન પર સતત અપશબ્દો બોલી ધમકીઓ આપતો હતો. આ ઉપરાંત સોશિયલ મીડિયા પર તેના ખોટા ફોટા વાયરલ કરી બદનામ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપતો હોવાથી યુવતી ભારે માનસિક તણાવમાં હતી. અંતે તેણે અભયમ-181 મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કર્યો હતો.

માહિતી મળતા જ અભયમ-181ની ટીમ સ્થળ પર પહોંચી યુવતીનું કાઉન્સેલિંગ કર્યું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપી પોતાની પત્ની અંગેની શંકાને આધારે નિર્દોષ યુવતીને હેરાન કરતો હતો, જ્યારે યુવતીનો આ મામલે કોઈ સંબંધ ન હોવાનું સામે આવ્યું હતું.

યુવતીએ કાઉન્સેલિંગ દરમિયાન જણાવ્યું હતું કે આરોપીએ અગાઉ જાહેરમાં તેનો રસ્તો રોકી અપશબ્દો બોલ્યા હતા તેમજ મારપીટ પણ કરી હતી. હુમલા દરમિયાન તેના કપડાં ફાડી નાખ્યાનો પણ ગંભીર આક્ષેપ યુવતીએ કર્યો હતો. સતત મળતી ધમકીઓના કારણે તે ભારે ભયના વાતાવરણમાં જીવન જીવવા મજબૂર બની હતી.

અભયમ-181ની ટીમે આરોપી સાથે કાઉન્સેલિંગ કરી તેને કાયદાકીય જોગવાઈઓ અંગે સમજણ આપી હતી. ત્યારબાદ આરોપીએ પોતાની ભૂલ સ્વીકારી યુવતીની માફી માંગી હતી અને ભવિષ્યમાં આવી હરકત નહીં કરવાની ખાતરી આપતા સમગ્ર મામલો શાંતિપૂર્ણ રીતે ઉકેલાયો હોવાનું જાણવા મળ્યું.


Share

Related posts

વાલીયાના ડુંગરી ગામ પાસેની કંપની દ્વારા પ્રદુષિત પાણી છોડતા મામલે જી.પી.સી.બી એ ગામ તળાવ અને ખેતરોના પાણીનું સેમ્પલ લઈ તપાસ હાથ ધરી છે.

ProudOfGujarat

ભરૂચ ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ૨૦૨૨ ની ઉજવણી અંતર્ગત સાયન્સ કાર્નિવલ યોજાયો.

ProudOfGujarat

અંકલેશ્વર, પાનોલી ઔદ્યોગિક વસાહતોમાં સીપીસીબીનું ચેકીંગ… ઉધોગકારો માં ફફડાટ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!