Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના પીરામણ ગામ ખાતે પરપ્રાંતીય પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર.

Share

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરનાં પીરામણ ગામ ખાતે ભાડાના મકાનમાં રહેતી એક ૨૦ વર્ષીય પરિણિત મહિલાએ પોતાના મકાનના રૂમમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ખળભળાટ મચ્યો હતો, નેહા અંકિત યાદવ નામની ૨૦ વર્ષીય પરિણીત મહિલા તેના પતિ સાથે અંકલેશ્વર ખાતે રહેતી હતી, જે દરમિયાન પતિ સાથે પિયરે જવા જેવી નજીવી બાબતે ઝઘડો થતા આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે.

મૂળ યુ.પી અને હાલ અંકલેશ્વર ખાતે પીરામણ ખાતે રહેતી નેહા યાદવ દ્વારા મકાનમાં ગળેફાંસો ખાધેલ હાલતમાં મૃતદેહ મળતા મામલે અંકલેશ્વર શહેર પોલીસ મથકે જાણ કરવામાં આવતા પોલીસે મૃતકની લાશનો કબ્જો લઇ તેની લાશને પી. એમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી મામલે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : ડ્રીમલેન્ડ પ્લાઝાની જર્જરીત ઇમારતનો કેટલો હિસ્સો ઘસી પડતા વાહનોને નુકસાન.

ProudOfGujarat

શહેરાની સરકારી વિનયન કોલેજમાં ઉષનિષદોના મત્રોચ્ચાર સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યુ.

ProudOfGujarat

અંકલેશ્વરમાં 23 વીજ ટ્રાન્સફોર્મરની ચોરીનો પર્દાફાશ, 11 ગુનાનો ભેદ ઉકેલાયો, એકની ધરપકડ કરતી ક્રાઇમ બ્રાંચ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!