Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : તિલકવાડાના સાવલી ગામમાંથી બોગસ ડોક્ટર ઝડપાયો.

Share

નર્મદા જિલ્લામા ઝોલા છાપ બોગસ તબીબોનો રાફડો ફાટ્યો છે. ગરીબ આદિવાસી દર્દીના આરોગ્ય સાથે ચેડાં કરી ગેરકાયદેસર ધંધો કરતાં બોગસ તબીબો સામે પોલીસે લાલ આંખકરી તિલકવાડાના સાવલી ગામમાંથી બોગસ ડોક્ટરને ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

હિમકર સિંહ, પોલીસ અધિક્ષક, નર્મદાના માર્ગદર્શન મુજબ જીલ્લામાં કોવીડ-૧૯ મહામારીના કપરા સમય દરમ્યાન બોગસ સર્ટીના આધારે તબીબી સારવાર કરતા ડોક્ટરોને ઝડપી પાડવાની સુચના અને માર્ગદર્શન અનુસંધાને એ.એમ.પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.નર્મદા નાઓએ એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસોને જીલ્લામાં આવી પ્રવૃતિથી સંકળાયેલ બોગસ ડીગ્રી ધરાવતા ઇસમોની વોચ રાખી કાયદેસરની કાર્યવાહી કરવાની સુચના અનુસંધાને બી.જી.વસાવા, પો.સ.ઇ. એલ.સી.બી.ના સ્ટાફ ના માણસોને બાતમી મળેલ કે સાવલી ગામે એક ઇસમ દવાખાનું ચલાવે છે જે બાતમી આધારે પી.એચ.સી વોરીયા ખાતેથી મેડીકલ ઓફીસર ડો. હેનીલ મયુરભાઇ ઉપાધ્યાયને સાથે રાખી તિલકવાડા પો.સ્ટે.ના સાવલી ગામ ખાતે એક ઇસમ પોતાના મકાનમાં તબીબી ડીગ્રી અનેલાયકાતના સર્ટી વગર દવાખાનું ખોલી તબીબી પ્રેક્ટીસ કરતા હોવાની જણાયેલ. જે મકાન ઉપર રેડ કરતા સુભાષચંદ્ર સનાતન મલ્લીક (રહે. સાવલી ગામ તા.તિલકવાડા જી.નર્મદા ) દવાખાનુંચલાવતો હોવાનું જણાઇ આવેલ. આ ઇસમને મેડીકલ ડીગ્રી કે સર્ટી અંગે પુછપરછ કરતાં આવા કોઇ સર્ટી નહી હોવાનું જણાવતા એલોપેથીક ટેબલેટો તથા પોઇન્ટ ચઢાવવાના બોટલો, સીરીંજ નીડલો), એલોપેથીક મેડીકલ પ્રેક્ટીસ કરવા અંગેની સાધન સામગ્રી સહિત કુલ કિ. રૂ.૫૨,૪૩૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આ બોગસ ડોક્ટર વિરૂધ્ધ ઇ.પી.કો. ક્લમ ૩૩૬ તથા ડ્રગ્સ એન્ડ કોમેટીક એક્ટ ૧૯૪૦ ની કલમ ૨૭(બી) તથા ધી ગુજરાત મેડીકલ પ્રેક્ટીશનર એક્ટ ૧૯૬૩ ની કલમ ૩૦ તથા ૩૫ મુજબ તિલકવાડા પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

ભરૂચ : ગાંજાનો જથ્થો ઝડપી પાડતી એસ.ઓ.જી. પોલીસ.

ProudOfGujarat

અંકલેશ્વરની અમરાવતી નદીમાં મેડિકલ વેસ્ટ ઠાલવાતા ખળભળાટ…

ProudOfGujarat

નેત્રંગ-વાલીયા તાલુકાના ૧૯ ગામોમાં તાત્કાલીક પાણીના સંગ્રહના સંપ બનાવાની માંગ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!