સૌ/નવી દિલ્હી: પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં વધારો સતત ચાલુ જ છે. સોમવારે ફરી એકવાર ભાવમાં વધારો થયો છે. દિલ્હીમાં પેટ્રોલ 0.24 પૈસા મોંઘું થઈને ભાવ 83.73 રૂપિયા/લીટર પર પહોંચ્યો છે, જ્યારે ડીઝલનો ભાવ 0.30 પૈસાના વધારા સાથે 75.09 રૂપિયા/લીટર થયો છે. મુંબઈમાં પણ પેટ્રોલ 0.24 પૈસાનો વધારા સાથે 91.08 રૂપિયા/લીટરના રેકોર્ડ ભાવે પહોંચ્યું છે, જ્યારે ડીઝલનો ભાવ 0.32 પૈસાના વધારા સાથે 79.72 રૂપિયા/લીટર થયો છે. પેટ્રોલનો ભાવ કોલકાતામાં 85.53 રૂપિયા/લીટર અને ચેન્નઈમાં 87.05 રૂપિયા/લીટર થયો છે. ડીઝલનો ભાવ કોલકાતામાં 76.94 રૂપિયા/લીટર અને ચેન્નઈમાં 79.40 રૂપિયા/લીટર થયો છે.

LEAVE A REPLY