Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં જર્જરિત મકાન ધરાશાયી થતા દોડધામ.

Share

ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ માછીવાડમાં જર્જરિત મકાન ધરાશાયી થતા દોડધામ મચી જવા પામી હતી.

ભરૂચ પાલિકા વિસ્તારમાં અનેક મકાનો જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યાં છે. જેમાં ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ માછીવાડમાં એક જર્જરિત મકાન રાત્રી દરમ્યાન ધરાસાઇ થવા પામ્યું હતુ. જે સમય દરમ્યાન શહેરમાં કોઈ અવરજવર નહિ હોવાથી મોટી જાનહાની ટળી હતી. ઘટનાને પગલે આસપાસના રહીશો બહાર દોડી આવ્યા હતા.અને પાલિકા તંત્રને જાણ કરી હતી.

નોંધનીય છે જ્યા મકાન ધરાશાયી થયું ત્યાંથી નજીવા અંતરે લગ્ન પ્રસંગ દિવસ દરમિયાન પૂર્ણ થયો હતો. જો આ ઘટના દિવસ દરમિયાન થઇ હોત તો જાનહાની થવાની શક્યતા વર્તાય હોત આવી શક્યતાને નકારી શકાય તેમ નથી. ત્યારે પાલિકા તંત્ર આવા મકાનોને ઉતારી લેવા કાર્યવાહી કરે તે જરૂરી બનવા પામ્યું છે.

Advertisement

Share

Related posts

ભરૂચમાં 1 વર્ષ પહેલા તડીપાર થયેલો યુવાન ફરી ભરૂચ માં આવતા પેરોલ ફર્લો સ્કવોડે ઝડપી પાડયો હતો.

ProudOfGujarat

માંગરોળ : નાની નરોલી GIPCL કંપનીના બોઇલરમાં યુવકને કરંટ લાગતા મોત.

ProudOfGujarat

વી.સી.ટી. ગર્લ્સ હાઈસ્કૂલમાં ધોરણ 10 અને 12 ની વિદ્યાર્થીનીઓ માટે શુભેચ્છા સમારંભ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!