Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા ગેંગરેપ પ્રકરણના આઠ પૈકી સાત આરોપીઓના બીજા બે દિવસના રીમાન્ડ મંજુર.

Share

ઝઘડીયા તાલુકાના એક ગામમાં એક સગીર વયની યુવતીને લાલચ આપીને તેને ખેતરમાં લઇ જઇને તેની ઉપર બળાત્કાર કરાયો હતો. તેમજ તેને ભોળવીને લઇ જનાર આરોપીએ ત્યારબાદ તેના મિત્રોને પણ બોલાવતા કુલ આઠ યુવકો દ્વારા આ સગીરા પર સામુહિક બળાત્કાર કરાયો હોવાની ઘટના બની હતી. આ ઘટનાને લઇને ઝઘડીયા તાલુકા સહિત સમગ્ર ભરુચ જિલ્લામાં ચકચાર મચી જવા પામી હતી. આ ઘટના બાબતે ઝઘડીયા પોલીસમાં ફરિયાદ લખાતા પોલીસે ગણતરીના કલાકોમાં આ તમામ આરોપીઓને ઝડપી લીધા હતા. ત્યારબાદ પોલીસે આરોપીઓના ત્રણ દિવસના રીમાન્ડ મેળવ્યા હતા. આ રીમાન્ડ પુરા થયા બાદ પોલીસ દ્વારા ફરીથી રીમાન્ડ મંગાયા હતા. જોકે આ આઠ આરોપીઓ પૈકી એક આરોપી સગીર વયનો હોવાની જાણ મોડેથી થતાં આઠ પૈકી સાત આરોપીઓના બે દિવસના રીમાન્ડ ફરીથી મંજુર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યુ છે. અને આઠ પૈકી જે એક આરોપી સગીર વયનો હોવાનું પાછળથી જણાયુ છે તેની જુવેનાઇલ એક્ટ હેઠળ તપાસ કરવામાં આવશે, એમ જણાવાયું હતું.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

નેત્રંગ-રાજપારડી રોડ ઉપર કુબેર ભંડારી મંદિર પાસે ત્રણ મહિના પહેલા બે બાઇકો વચ્ચે સર્જાયેલા અકસ્માતનો મામલો, પોલીસે સગીર વયના બાળકને વાહન ચલાવવા આપનાર પિતા સામે ગુનો નોંધાયો

ProudOfGujarat

ભરૂચના ઇન્દિરાનગર ઝૂપડપટ્ટીમાં જુગાર રમતાં 3 ઝડપાયાં

ProudOfGujarat

ટ્રકની ટક્કરે બાઇક ચાલક પટકાયો, માથું ટાયર નીચે ચકદાઇ જતાં મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!