Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરાના પૂર્વ વિસ્તારમાં અજાણ્યા શખ્સ એ અજગરને મારી નાંખતા જીવદયા પ્રેમીઓમાં રોષ.

Share

વડોદરાના પૂર્વ વિસ્તારમાં આજે સવારે કોઈ અજાણ્યા શખ્સે અજગરને દોરીથી બાંધી ગળું અને મોં કાપી નાખતા વાઈલ્ડ લાઈફ રેસ્કયુ ટ્રસ્ટના કાર્યકરો તાત્કાલિક સ્થળ પર પહોંચીને આ અજગરને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સોંપ્યું હતું. અંદાજિત છ ફુટની લંબાઇ ધરાવતા અજગરને કોઈ અજાણ્યા શખ્સે ગળું અને મોં કાપીને મારી નાંખ્યો હોય વાઈલ્ડ લાઈફના સભ્ય જીગ્નેશભાઈ સોલંકીને અને કરજણથી પ્રવિણ ભાઈનો ફોન આવતા તેઓ તાત્કાલિક દોડી ગયા હતા. આ અજગરને સહી-સલામત રેસ્કયુ કરી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને આપ્યો છે. આ રીતે અજગરનું ગળું અને મોં કાપી નાંખવામાં આવતા જીવદયા પ્રેમીઓમાં રોષની લાગણી ફેલાઈ જવા પામી છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અજગરનું પોસ્ટમોર્ટમ કરીને આગળની કાર્યવાહી કરશે તેવું વાઈલ્ડ લાઈફ રેસ્કયુ ટ્રસ્ટના પ્રમુખ અરવિંદભાઈ અશોકભાઈ પવારે મીડિયા સમક્ષ માહિતી આપતા જણાવ્યું છે.

Advertisement

Share

Related posts

કોરોનાનાં વધતા જતા કેસોને ધ્યાને લઈ નર્મદા જિલ્લાની દરેક પ્રાથમિક શાળામાં કોવીડ કેર સેન્ટર શરૂ કરવાનો આદેશ થયો.

ProudOfGujarat

આણંદ : ઉમરેઠ તાલુકાની સિદ્ધનાથ વિદ્યાલયનાં આચાર્યને સસ્પેન્ડ કરવાની માંગ સાથે વાલીઓનો હોબાળો.

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ એ ફી કોમ ચોકડી પાસે શંકાસ્પદ ભંગાર ભરેલ રીક્ષા ઝડપી પાડી હતી. 

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!