Proud of Gujarat
FeaturedGujaratINDIA

આદિવાસી સમાજનું અપમાન કરનાર નિલેશ દુબે સામે કાર્યવાહી કરવા નાંદોદના ધારાસભ્ય પી.ડી વસાવાએ નર્મદા કલેકટરને લેખિત કરી રજુઆત.

Share

નાંદોદના તાલુકાના ધારાસભ્ય પી.ડી વસાવાએ પણ નર્મદા કલેકટરને લેખિત પત્ર લખી ડેપ્યુટી કલેકટર નિલેશ દુબે દ્વારા આદિવાસી સમાજ માટે વાપરેલા અપમાનજનક શબ્દો સામે વાંધો ઉઠાવ્યો છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યું છે. પત્રમાં જણાવ્યું છે કે છેલ્લા બે દિવસથી સોસીયલ મિડીયા અને જુદાજુદા અખબારોના માધ્યમ દ્વારા જાણવા મળયુ છે કે, SOU ના નાયબ કલેકટર નિલેશ દુબેના આદિવાસી સમાજ પ્રત્યેના ઓડિયો કલીપમાં જે પ્રકારના શબ્દ પ્રયોગ કર્યા છે એ માત્ર આદિવાસીસમાજની લાગણી દુભાવવાનું જ નહી પણ ઘનઘોર અપમાન છે. કોઈ સમાજને તેમના કપડાથી લઈ શું ખાય છે? કયાં રહે છે આવી બધી વાતો કરી સમાજનું નીચુ બતાવવુ એ ભારત દેશના સંવિધાનનું પણ અપમાન છે. આદિવાસી સમાજ આ દેશનો મુળ નિવાસી છે. એ આદિવાસી સમાજનું પોતાની ધરામાં જ હળહળતું અપમાન થાય એ અતિ અપમાનજનક દુર્ભાગ્ય ઘટના છે. અમારો સમાજ સખત નારાજ છે. આપને નમ્ર અરજ છે કે નાયબ કલેકટર નિલેશ દુબે સામે શિક્ષાત્મક કાયદાકીય પગલા લેવા અમારા સમાજની લાગણી અને મારી માંગણી છે.

દીપક જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

ભરૂચ શહેરમાં આજે હ્યુમન રાઇટ્સ એન્ડ સોશિયલ જસ્ટીસ મિશનનાં આગેવાનો અને કાર્યકર્તા દ્વારા રેલી યોજીને મહિલા ઉપર થઈ રહેલા અત્યાચાર-દુષ્કર્મની ધટનામાં કાયદો કડક બનાવી ગુનેગારોને વહેલી સજા મળે તેવું આવેદનપત્ર આપી રજુઆત કરી હતી.

ProudOfGujarat

આગામી તહેવારો નિમિતે કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ દ્વારા મકાન/દુકાન ભાડુઆતના જાહેરનામા ભંગના કુલ-૨૦ ગુના દાખલ કરવામાં આવ્યા છે.

ProudOfGujarat

માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામે રામજી મંદિરે રામનવમી પર્વની ઉજવણી કરાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!