Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયાના પોરા ગામના યુવકનો તલોદરા ગામના તળાવમાંથી મૃતદેહ મળ્યો.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના તલોદરા ગામના તળાવમાંથી એક ૩૦ વર્ષીય યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. ઝઘડીયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ ઝઘડીયા તાલુકાના પોરા ગામનો સતિષભાઇ રમેશભાઈ વસાવા નામનો ૩૦ વર્ષીય યુવાન તલોદરા ખાતે તેના સંબંધીને ત્યાં આવ્યો હતો. વધુમાં મળતી વિગતો મુજબ આ યુવાન માનસિક રીતે અસ્થિર હોઇ તેની દવા ચાલતી હતી. ગત તા.૧૮ મીના રોજ આ યુવક ઘરેથી ભાગીને ક્યાંક જતો રહ્યો હતો. ત્યારબાદ સંબંધીઓ અને ગ્રામજનો દ્વારા ગુમ થયેલ યુવકની શોધખોળ કરવા છતાં તે મળ્યો નહતો. દરમિયાન તા.૧૯ મીના રોજ તલોદરા ગામના તળાવમાં કોઇનો મૃતદેહ હોવાની જાણ થઇ હતી. ત્યારબાદ તપાસ કરતા આ મૃતદેહ ઘરેથી ભાગી ગયેલ યુવક સતિષનો હોવાનું જણાયું હતું. આ ઘટના બાબતે કનુભાઇ અમરાભાઇ વસાવા રહે.ગામ તલોદરા તા.ઝઘડીયાનાએ ઝઘડીયા પોલીસમાં જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

માંગરોળ તાલુકાનાં કોંગ્રેસી કાર્યકરો દ્વારા જન ચેતના કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

અંક્લેશ્વરમાં અઠવાડિયાથી અવિરત વરસાદથી જનજીવન ખોરવાયું…

ProudOfGujarat

ભરૂચ-લ્યો બોલો, માજી મંત્રીની કારના કાંચ તોડી રોકડ રકમ સહિત જરૂરી દસ્તાવેજોની ચોરી, જાણો વધુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!