Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદમાં કોંગ્રેસ સમિતિએ જીગ્નેશ મેવાણીની ધરપકડ મામલે વિરોધ કર્યો.

Share

ગુજરાત રાજયના વડગામ વિધાનસભા બેઠકના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની ધરપકડનો કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. તાત્કાલિક ધોરણે આ ફરિયાદને રદ કરવામાં આવે તેવી માંગ સાથે અગાઉ ખેડા જિલ્લામાં કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા. જ્યારે આજે લોકશાહી બચાવો સંવિધાન બચાવોના નારા હેઠળ નડિયાદ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. નડિયાદમાં આંબેડકરની પ્રતિમા પાસે સોમવારે કોંગ્રેસના આગેવાનોએ એકઠા થઈ મોઢા પર કાળી પટ્ટી બાંધી મૌન ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

સુરત મહાનગરપાલિકાનાં ફાયર વિભાગે વિવિધ વિસ્તારોમાં એક શોપ મોલ સહિત ટેકસટાઇલ માર્કેટને સીલ મારવાની કાર્યવાહી કરી હતી.

ProudOfGujarat

રાજપીપળાના ઇતિહાસમાં પ્રથમ વખત જાહેરમાર્ગ પર રોટ્રેક્ટ કલબે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં વેપારીઓ-સેવાકિય સંસ્થાના કર્મચારીઓ માટે ખાસ વેક્સીનેશનની ડ્રાઇવ યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!