Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયાના નર્મદા કાંઠા વિસ્તારના પાણેથા પંથકના ગામોને બસ સુવિધા આપવા માંગ.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા ત‍ાલુકાના નર્મદા કાંઠા વિસ્તારના પાણેથા વેલુગામ પંથકના ગામોએ બસ સુવિધા ઉપલબ્ધ બનાવવા માંગ કરવામાં આવી છે. આ પંથકના ગામોના સરપંચો દ્વારા આ પંથકમાં તાકીદે બસ સેવા શરુ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ પંથકમાં પહેલા ઝઘડીયા અંકલેશ્વર ભરુચ તેમજ વડોદરાના રૂટ પરની બસ સેવા ચાલતી હતી. થોડા વર્ષો પહેલા બસો બંધ કરવામાં આવી હતી, પરંતું ત્યારબાદ બંધ થયેલ બસસેવા ફરીથી ચાલુ કરવા તંત્ર દ્વારા કોઇ રસ બતાડવામાં આવ્યો નથી. વધુમાં જણાવાયા મુજબ હાલ એક જ સમય માટે બસ ચાલે છે અને તે પણ અનિયમિત છે. પાણેથા વેલુગામ ઇન્દોર પંથકના નર્મદા કાંઠા વિસ્તારના ૧૮ જેટલા ગામોના વિધ્યાર્થીઓ પણ બસ સેવાના અભાવે મુશ્કેલી અનુભવી રહ્યા છે. આ પંથકના વિધ્યાર્થીઓને અભ્યાસ માટે રાજપિપલા ભરૂચ જેવા સ્થળોએ અપડાઉન કરવામાં હાલ તકલીફ પડી રહી છે.ઉપરાંત ઝઘડીયા તેમજ ભરૂચ ખાતે તાલુકા જિલ્લાના કામો માટે જવા આવવામાં પણ અગવડ પડે છે. આ પંથકની જનતાએ બસોના અભાવે નાછુટકે ખાનગી વાહનોની મોંઘી અને જોખમી મુસાફરી કરવી પડે છે. ત્યારે આ પંથકના ગામોની જનતાની સુવિધા માટે તાકીદે બસ સેવા ચાલુ કરાય તેવી માંગ કરવામાં આવી છે. આ માટે ઝઘડીયા એસટી ડેપો તેમજ ભરુચ ડિવિઝનના સત્તાવાળાઓ તાકીદે આ પંથકની જનતાના વિશાળ હિતમાં યોગ્ય પગલા ભરે તે ઇચ્છનીય છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

રાજપીપળા પાલિકાની બેદરકારીની અનેક રજૂઆતો છતાં શૌચલાયની ડબક ખાલી ન કરતા ગંદકીનું સામ્રાજ્ય.

ProudOfGujarat

વિવિધ ક્ષેત્રોમાં લોન માટેની રકમ નક્કી કરાઇ : ભરૂચની બેંકોનો રૂા.૩૫૮૩ કરોડનો ક્રેડિટ પ્‍લાન મંજૂર કરાયો

ProudOfGujarat

પાવાગઢ યાત્રાધામ ખાતે ૨ થી ૧૬ એપ્રિલ સુધી ચૈત્રી નવરાત્રી પ્રસંગે સાર્વજનિક જગ્યાઓમાં લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!