Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકાના બોરીપીઠા ગામની સીમમાં સંતાડેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાયો.

Share

ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના બોરીપીઠા ગામની સીમમા વેચાણ કરવાના ઇરાદે સંતાડેલ ભારતીય બનાવટનો વિદેશી દારુ ઝડપાયો હતો.

ઝઘડીયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ ઝઘડીયા પીઆઇ એસ.આર.ગાવિત ટીમ સાથે ધારોલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે બોરીપીઠા ગામની સીમમાં આવેલ રાજેશભાઇ વસાવાના ખેતરમાં બનાવેલ ઘાસચારામાં ઝોકલા ગામના સંજયભાઇ તલસીભાઇ વસાવાએ પરપ્રાંતિય ભારતીય બનાવટના વિદેશી દારુનો જથ્થો વેચાણ કરવાના ઇરાદે સંતાડી રાખેલ છે. પોલીસે બાતમી મુજબના સ્થળે છાપો મારતા ત્યાં હાજર એક ઇસમ પોલીસને જોઇને ઝાડી ઝાંખરામાં થઇને નાશી ગયો હતો. ત્યારબાદ આ નાશી ગયેલ ઇસમ ઝોકલા ગામનો સંજયભાઇ તલસીભાઇ વસાવા હોવાની જાણ થઇ હતી. પોલીસે ખેતરમાં તપાસ કરતા કાપડના થેલામાં સંતાડી રાખેલ ભારતીય બનાવટના વિદેશી દારુની રૂ.૨૫૩૦૦ ની કિંમતની કુલ ૨૫૩ બોટલો મળી આવી હતી. પોલીસે આ ભારતીય બનાવટના વિદેશી દારુનો જથ્થો કબજે લીધો હતો. આ અંગે ઝઘડીયા પોલીસે નાશી ગયેલ સંજયભાઇ તલસીભાઇ વસાવા રહે.ગામ ઝોકલા,તા.વાલિયા,જિ.ભરુચના વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

ભરૂચ : મુલડ ડંપીંગ સાઇટ પર કચરાનાં ઢગલામાંથી ગંદુ પાણી ખેતરોમાં ફરી વળ્યું,ખેતીને નુકશાન ખેડૂતો બન્યા લાચાર,જાણો વધુ.

ProudOfGujarat

અંકલેશ્વર ને.હા ૪૮ પર આવેલ એક શોપિંગમાંથી ATM મશીનની ચોરી : આખે આખું ATM મશીન તસ્કરો ઉઠાવી જતા ચકચાર.

ProudOfGujarat

છોટાઉદેપુર જિલ્લામાં સરપંચ પદના ૯૨૨ અને સભ્ય પદ માટે 3855 ઉમેદવારો મેદાનમાં.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!