Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ જીલ્લાના ઘોઘંબા તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઇને ઘોંઘબા તાલુકા કોંગ્રેસ સમિતીની મિટીંગ યોજાઈ.

Share

પંચમહાલ જીલ્લાના ઘોઘંબા તાલુકા કોગ્રેંસ સમિતી દ્વારા આગામી સમયમાં યોજનાર જીલ્લા તાલુકા પંચાયતની સામાન્ય ચુંટણી અનુસંધાને ઘોઘંબા તાલુકા કોગ્રેંસના સંયોજકોની મિટીંગ રીંછવાણી મુકામે યોજાઈ હતી. જેમાં આગામી ચૂંટણીઓને ધ્યાનમાં લઈ ચર્ચા વિચારણા અને રણનિતી નક્કી કરવામાં આવી હતી.કોરોના મહામારીમાં સરકારની નિષ્ફળતા, પ્રજાની મુશ્કેલીઓ, ગ્રામ્ય વિસ્તારના પ્રશ્નો અંગે પણ છણાવટ થયેલ, આગામી સમયમાં ઘોઘંબા તાલુકાના સંયોજકો માટે યોજાનાર શિબિરમાં સૌને ભાગ લેવા આવાહન કરવામાં આવ્યુ હતું. પંચમહાલ જીલ્લા કોગ્રેંસ પ્રમુખ અજીતસિંહ ભટ્ટીની ઉપસ્થિતિમાં યોજાયેલ ઘોઘંબા તાલુકાની મિટીંગમાં તાલુકા કોગ્રેંસ પ્રમુખ ચેતનસિંહ પરમાર, યુવા પ્રમુખ કિરપાલસિંહ રાઠોડ, તમામ જીલ્લા- તાલુકા સંયોગકો હોદ્દેદારો આગેવાનો જીલ્લા સેવાદળ પ્રમુખ ભગવાનસિંહ પટેલ સહિત મોટી સંખ્યામાં પક્ષના કાર્યકરો- અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા અને કોગ્રેંસ સફળતા મેળવે તેવા અભિગમ સાથે મિટીંગ સફળ રહી હતી.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

અભિનેત્રી સીરત કપૂર એ બ્લેક સિક્વિનવાળી સાડી પહેરી ચાહકોને કર્યા પ્રભાવિત

ProudOfGujarat

ભરૂચના શુક્લતીર્થ ગામે ૫.૨૬ લાખના દારૂ સાથે બુટલેગરની ધરપકડ :રાજકિય આગેવાનના ફાર્મ હાઉસમાંથી પકડાયો હોવાની લોકચર્ચા

ProudOfGujarat

કચ્છમાંથી પાકિસ્તાનને ગુપ્ત માહિતી પહોંચાડનાર શખ્સની ગુજરાત ATS એ કરી ધરપકડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!