Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : નેશનલ હાઇવે નંબર 48 પર ખાનગી બસને અકસ્માત નડયો, સદનસીબે કોઈ જાનહાની નહિ..!!

Share

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 ઉપર આજે સવારે એક ખાનગી બસને અકસ્માત નડયો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર આજે સવારે રાજસ્થાનથી સુરત તરફ જતી એક ખાનગી બસને ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 ઉપર અકસ્માત નડયો હતો. અકસ્માતના કારણે આ રસ્તા પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નેશનલ હાઇવે 48 ઉપર આજે સવારે એક લક્ઝરી બસ રાજસ્થાનથી આવી રહી હતી અને સુરત તરફ જઈ રહી હતી તે સમયે અચાનક જ બ્રેક ફેલ થતા ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા આ બસને અકસ્માત નડયો હતો, સદ્દનસીબે અકસ્માતમાં કોઇ પણ પ્રકારની જાનહાની થઈ નથી અને બસની અંદર બેઠેલા તમામ મુસાફરોએ શાંતિનો દમ લીધો હતો. આ ઘટનાની જાણ થતા તાત્કાલીક ધોરણે ભરૂચ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને બસનું પંચનામુ કરી અકસ્માતની પ્રાથમિક વિગતોની તપાસ હાથ ધરી આ રસ્તા પર થયેલ ટ્રાફિક જામને હળવો કર્યો હતો.

Advertisement

Share

Related posts

સ્ટેચ્યુ ઓફ યુનિટીથી આદિવાસીઓની જમીનો જશે ને ઉદ્યોગપતિઓ કમાણી કરશેઃ છોટુ વસાવા

ProudOfGujarat

વલસાડમાં ACB એ ગોઠવેલ છટકામાં 15 લાખની લાંચ લેતા નાયબ કાર્યપાલક ઈજનેર અને કોન્ટ્રાકટર ઝડપાયા

ProudOfGujarat

મુખ્યમંત્રીશ્રીના હસ્તે ભરૂચ જિલ્લાની જનસુખાકારી વધારતા રૂ.૨૨૭ કરોડના વિકાસકામો જનસમર્પિત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!