Proud of Gujarat
FeaturedGujaratINDIA

મહીસાગર જિલ્લામાં સંધરી ગામે પૈસાની લેતી દેતીની તકરારમાં વૃદ્ધની કરપીણ હત્યા.

Share

મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના સંઘરી ગામે વૃદ્ધ પર યુવકે હુમલો કરતાં તેનું મોત થયું હતું. પોલીસે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મહીસાગર જિલ્લાના કડાણાના સંધરી ગામના ભાથાની મુવાડી ફળિયામાં બુધવારની સાંજે નાથાભાઈ સુફરાભાઈ પટેલિયા ઘર આંગણે બેઠા હતા આ દરમિયાન આક્રોશ સાથે આવેલા યુવાન હરીશ ધનાભાઈ પટેલિયાએ પિતાની ઉંમરના કહેવાતા નાથાભાઈ પટેલીયાને મારા ઉછીના લીધેલા રૂપિયા તું કેમ આપતો નથી અને આજે તો તને પતાવી જ દેવાનો છે. ના ઉશ્કેરાટ વચ્ચે હરીશે જમીન ઉપરથી ભારેખમ પથ્થર ઉઠાવીને નાથાભાઈના માથા ઉપર ઘા કરતા આ વૃદ્ધ લોહીલુહાણ સાથે ફસડાઈ ગયા હતા. પરંતુ ઝનૂનમાં અંધ બનેલા હરીશે સ્ટીલનો ઘડો લઈને નિ:સહાય બનેલા નાથાભાઈને ફટકાઓ મારીને યમ સદન પહોંચાડી દીધા હતા. આ અંગે મૃતક નાથાભાઈનો પુત્ર બાબુભાઈ પટેલીયાએ કડાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પી.આઈ.કે.કે ડીંડોરે હરીશ સામે ગુનો દાખલ કરીને કાયદેસર તપાસ હાથ ધરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભરૂચનું રાજકારણ ચરમસીમાએ પહોંચ્યું.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના નિકોરા ગામની સહકારી મંડળીમાં ખાતરની બેગોમાં ઓછો જથ્થો મળી આવ્યો.જાણો વધુ…

ProudOfGujarat

વર્તમાન કોરોના મહામારીનાં સમયમાં ભરૂચ જીલ્લા પોલીસતંત્ર દ્વારા કરાયેલ કામગીરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!