Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ અને નર્મદા જીલ્લામાં ઘરફોડ ચોરીનાં ગુનામાં સંડોવાયેલ રીઢા ચોરને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી. પોલીસ.

Share

ભરૂચ અને નર્મદા જીલ્લામાં ઘરફોડ ચોરીનાં બનાવો કરી તરખાટ મચાવનાર રીઢા ચોરને ભરૂચ એલ.સી.બી. પોલીસે ઝડપી પાડયો હતો. આ અંગેની વિગત જોતાં ભરૂચ પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાની સૂચના તેમજ એલ.સી.બી. પી.આઇ.જે.એન.ઝાલાનાં માર્ગદર્શન હેઠળ ઘરફોડ ચોર અંગે મળેલ બાતમી અનુસાર એલ.સી.બી. ટીમે જુદી જુદી ટીમો બનાવી હતી અને તે ટીમ દ્વારા રાત્રે પેટ્રોલીંગ કરાઇ રહ્યું હતું ત્યારે ઘરફોડ ચોરીનો સક્રિય આરોપી માંડવા ગામ ખાતેથી ભરૂચ એલ.સી.બી. પોલીસે ઝડપ્યો હતો. આરોપી રીઢા ઘરફોડ ચોરએ અત્યારસુધી અંકલેશ્વર શહેર, અંકલેશ્વર GIDC, વાલિયા, નેત્રંગ, દેડિયાપાડા વિસ્તારમાં પોતે અને પોતાના સાગરીત સંતવંત ઉર્ફે સંતુ સાથે મળી ઘરફોડ ચોરી કરી હતી. ઘરફોડ ચોર વોન્ટેડ હોવાથી કબૂલાત પણ તેને કરી હતી. ઝડપાયેલ આરોપી જેપીસિંગ નંદુસિંગ ઉર્ફે અનંતસિંગ અંદ્રેલ (સિકલીગર) રહે. ચૌટાનાકા અંકલેશ્વર આ રીઢો ગુનેગાર નેત્રંગ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ બે ગુનામાં વાલિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અને અને અંકલેશ્વર પોલીસ સ્ટેશન તેમજ અંકલેશ્વર GIDC ખાતે નોંધાયેલ એક એક ગુનામાં તેમજ દેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ એક ગુનામાં વોન્ટેડ હતો. રીઢા ગુનેગારની ચોરી કરવાની રીત રસમ જોતાં એ પોતાના સાગરીત સાથે મળી રાત્રિનાં સમયે બાઇક અથવા કારમાં નીકળી બંધ મકાનને ટાર્ગેટ કરી ડિસમિસ તથા વાંદરીપાના વગેરે સાધન વડે મકાનનાં નકુચા તોડી ઘરમાં પ્રવેશ કરી ચોરી કરતો હતો. ઘરફોડ ચોર પકડી પાડવામાં એ.એસ.ચૌહાણ, આ.પો.કો.જયરાજભાઇ તથા જોગિન્દ્રદાન તેમજ કિશોરસિંહએ મહત્વની ભૂમિકા ભજવી હતી.

Advertisement

Share

Related posts

પંચમહાલ : જાંબુઘોડા તાલુકા આમ આદમી પાર્ટીના પદાધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી.

ProudOfGujarat

અંકલેશ્વર મા ગુજરાત સ્થાપના દિનની પ્રદુષણમય ઉજવણી

ProudOfGujarat

ઝાડેશ્વર ચોકડી વિસ્તારમાં ગેરકાયદેસર વહન થતી ભેંસો બચાવી લેવાય

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!