Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાના મંગલેશ્વર(કબીરવડ) ખાતે તાલુકા કક્ષાના યોગ દિવસની ઉજવણી કરાઈ.

Share

વિશ્વભરમાં દર વર્ષે ૨૧ મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે સમગ્ર વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ૮ માં સંસ્કરણમાં ‘માનવતા માટે યોગ’ની થીમ પર આયોજિત કરાયો હતો. જે અન્વયે ભરૂચ જિલ્લામાં પણ તાલુકા કક્ષાનો કાર્યક્રમ કબીરવડમાં શ્રી ભારદ્વાજ આશ્રમ સેવા ટ્રસ્ટ, મંગલેશ્વર ખાતે ભરૂચ મામલતદાર(ગ્રામ્ય) રોશની પટેલના અધ્યક્ષપદે આયોજિત રવામાં આવ્યો હતો.

આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકના મૈસુર ખાતેથી જીવંત પ્રસારણમાં જણાવ્યું હતું કે, યોગથી તણાવ ઘટે છે તથા આત્મવિશ્વાસમાં વધારો થાય છે. તેમજ રોજિંદા જીવનમાં યોગ અપનાવવા પણ જણાવ્યું હતું. આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના યોગ અંગેના જીવંત પ્રસારણને પણ લોકોએ નિહાળ્યો હતો. આ પ્રસંગે યોગ પ્રશિક્ષકની ટીમ દ્વારા વિવિધ યોગાસનો કરાવીને તેની મહત્તા પણ સમજાવી હતી. યોગ અંગેના સંકલ્પ લેવડાવી લોકોને નિયમિત રીતે યોગાસનો કરવા પ્રોત્સાહિત કર્યા હતાં.

આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી ધ્રુવ પટેલ તથા નાયબ મામલતદાર ભગુભાઈ પરમાર ઉપસ્થિત રહ્યાં હતાં. આ ઉપરાંત નર્મદા હાઈસ્કુલ, નિકોરા હાઈસ્કુલ અને મંગલેશ્વર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ યોગ નિદર્શનમાં જોડાયા હતા તથા વિવિધ સમાજના અગ્રણીઓ પણ આ કાર્યક્રમમાં જોડાયા હતાં.

Advertisement

Share

Related posts

ભરૂચ ના સ્ટેશન રોડ પર આવેલ ફૂટવેર ની દુકાન માં તસ્કરો ત્રાટકી માલ સમાન ની ચોરી કરી પલાયન થતા ચકચાર મચી 

ProudOfGujarat

ભરૂચ : પાલેજમાં કોરોનામાં મૃત્યુ પામેલ વ્યક્તિના સ્વજનોને મળવાપપત્ર સહાયના ફોર્મ ભરાવવામાં આવ્યા.

ProudOfGujarat

રતન તળાવને ઊંડું કરવાનો પ્રોજેક્ટ ફરી પડતો મુકાયો …તત્રંની લાપરવાહી …લાખો રૂપિયાનો ખર્ચ છતાં કોઈ પરિણામ નહિ …તળાવના પાણીના શુદ્ધિકરણ માટે કાચબાઓને કુંડામાં રાખેલ જેમને ફરી પાણીમાં છોડ્યા.આ તત્રંને શુ કેહવું…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!