Proud of Gujarat
GujaratFeaturedINDIA

માંગરોળની વિવિધ શાળાઓમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાઇ.

Share

માંગરોળ તાલુકાના ઉચ્ચતર પ્રાથમિક શાળા ઘોડબાર, આંબાવાડી, ઝાંખરડા, રટોલામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

કન્યા કેળવણી મહોત્સવ નિમિતે ઝાંખરડાની શાળામાં ધારાસભ્ય ગણપતસિંહ વસાવા તરફથી પાંચ લાખનું માતબર દાન આપ્યું હતું. શાળા ઓમાં તેમના માતાના સ્મારણાથે નોટબુકો વિતરણ કરી હતી. માંગરોળ તાલુકાના સદસ્ય તૃપ્તિ શૈલેષ મૈસુરિયા તરફથી ઘોડબાર, આંબાવાડીઅને કુંડી ફળીયાની શાળામાં વિદ્યાર્થીઓને 1000 જેટલી નોટબુકો વિતરણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ધારાસભ્ય ગણપતસિંહ વસાવા, દિપક વસાવા, સુ.જી.ના દંડક દિનેશ સુરતી, શકુંતલા ચૌધરી, તૃપ્તિ મૈસુરીયા, યુવરાજસિંહ સોનારીયા તેમજ શાળાના ભૂતપૂર્વ શિક્ષકો, આગેવાનોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શાળામાં પ્રવેશ મેળવી રહેલા બાળકોને નોટબુક પેન્સિલ સહિતની શૈક્ષણિક કિટ બાળકોને અર્પણ કરવામાં આવી હતી.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

કાકાબા હોસ્પિટલ તથા ગ્લોબલ હેલ્થ સ્ટ્રેટજીસ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા હાંસોટની શાળામાં સેનેટરી પેડ ઉપયોગ વિશેનો વર્કશોપ યોજાશે.

ProudOfGujarat

જુવેનાઈલ હોમ ફોર બોયઝ માંથી ગુમ થયેલ બે બાળકો પૈકી એક બાળક મળી આવ્યો .હજી એક બાળક ગુમ…

ProudOfGujarat

અમદાવાદ : વડાપ્રધાનની પરીક્ષા પે ચર્ચા અંતર્ગત વસ્ત્રાપુરની કેન્દ્રીય વિદ્યાલયમાં યોજાઈ ચિત્ર સ્પર્ધા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!