Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

ભરૂચ એલસીબી પોલીસે અંકલેશ્વર રાજપીપળા ચોકડી પાસેથી રીક્ષા માંથી વિદેશીદારૂ ના જથ્થા સાથે રીક્ષા ચાલક ની અટકાયત કરી કુલ 56 હજારનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share

પોલીસ સુત્રીય માહિતી મુજબ ભરૂચ એલ.સી.બી પોલીસને પેટ્રોલીંગ દરમ્યાન અંકલેશ્વર રાજપીપળા ચોકડી પાસે આવેલ મોના કોમ્પ્લેક્સ પાસે રીક્ષા નંબર GJ-16-Y-536 માં વિદેશી દારૂનો જથ્થો હોવાની બાતમી મળતાં એલસીબી પોલીસે વોચ ગોઠવી હતી. દરમ્યાન આ રીક્ષા આવતા તેને રોકી તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂ નો જથ્થો મળી આવ્યો હતો પોલીસે નવા દિવા ના રીક્ષા ચાલક સતીશ કાંતિ વસાવા ની અટકાયત કરી 24 હજારની કિંમત ના વિદેશીદારૂ ની 168 નંગ બોટલ અને રીક્ષા મળી કુલ 56 હજાર નો મુદ્દામાલ કબ્જે કરી શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. શહેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચના દહેજ ઘોઘા રો-પેક્સના શિપને રવાના કરાવતી વેળા ટગ પાણીમાં પલટી જતા ૧ ક્રુ મેમ્બરનું મોત નીપજ્યું હોવાની આશંકા.

ProudOfGujarat

અંકલેશ્વર: નર્મદા મૈયા બ્રિજ પર 2 બાઈક વચ્ચે અકસ્માત બાદ દેશી દારૂના કોથળા રોડ પર પડ્યા, પોલીસની હાજરીમાં જ દારૂ નદીમાં ફેંકાયો !

ProudOfGujarat

ભરૂચ : 12 જેટલા ચોરીના ગુનાઓમાં નાસતા – ફરતા આરોપીને પકડવા જતા પોલીસ પર જીવલેણ હુમલો : આરોપીને પકડી પાડતી રાજપારડી પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!