Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડિયાના રાજપારડી ગામના ૧૧ યુવાનો અમરનાથની યાત્રાએ જતા વિદાયમાન અપાયુ.

Share

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામના ૧૧ જેટલા યુવાનો અમરનાથની યાત્રાએ જતા ગામ અગ્રણીઓ દ્વારા તેમને વિદાયમાન આપવામાં આવ્યું હતું. રાજપારડીના ૧૧ નાગરીકો ગતરોજ બાબા અમરનાથની યાત્રા માટે નીકળ્યા હતા. આ પ્રસંગે ગ્રામ પંચાયત સદસ્ય નિલેશભાઇ ચૌહાણ તેમજ અગ્રણીઓ સુનિલભાઇ પટેલ અને પુનમદાસ વસાવા દ્વારા તેમને ફુલહારથી સન્માનિત કરીને વિદાયમાન આપવામાં આવ્યુ હતું. રાજપારડી ગામેથી અમરનાથની યાત્રા માટે નીકળેલ આ ૧૧ યુવાનોને ગ્રામજનોએ વિદાયમાન આપીને તેમનો પ્રવાસ સફળ થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. આ યુવાનો તેમની અમરનાથની યાત્રાનો ૧૨ દિવસનો પ્રવાસ પુર્ણ કરીને પાછા ફરશે. ઉલ્લેખનીય છેકે દરવર્ષે રાજપારડીથી ભાવિક યુવાનો દ્વારા બાબા અમરનાથની યાત્રાનું આયોજન કરવામાં આવે છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ

Advertisement

Share

Related posts

ભરૂચ : વાગરા પોલીસ વિભાગને બોલેરો આપતી વિલાયત ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન.

ProudOfGujarat

સુરેન્દ્રનગરમાં ઠંડા પીણાની લારી તેમજ દુકાનો ચાલુ કરવા મામલે રજૂઆત કરવામાં આવી.

ProudOfGujarat

कहने को हमसफर हैं 3: क्या रोहित कर लेंगे अमायरा से शादी?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!