Proud of Gujarat
INDIAFeaturedGujarat

રેલ્વે કર્મચારીના મૃત્યુ કલેઈમ કેસમાં ૯૫ લાખનું જંગી વળતર મંજુર કરાયું.

Share

રેલ્વે કર્મચારીના વાહન અકસ્માતમાં થયેલ મૃત્યુના કલેઈમ કેસમાં રેકોર્ડ બ્રેક ૯૫ લાખ રૂપિયાનું જંગી વળતર મંજુર કરવામાં આવ્યું છે. જે કેસની પ્રાપ્ત વિગતો મુજબ દ્વારકાના કલ્યાણપુર તાલુકાના ગોકલપર ગામના દલવાડી સમાજના સ્વ. નરશીભાઈ વિરજીભાઈ નકુમ રેલ્વે ડીપાર્ટમેન્ટમાં બુકિંગ ક્લાર્ક તરીકે નોકરી કરતા હતા જેમનો ૫૮,૫૦૦ માસિક પગાર હતો તેઓ તા ૩૦-૦૩-૨૦૨૧ ના રોજ પોતાનું બાઈક ચલાવીને જતા હોય ત્યારે રાણાવાવ નજીક પહોંચતા ખુલ્લી જીપ નંબર જીજે ૨૫ યુ ૫૧૫૫ ના ચાલકે અકસ્માત સર્જતા નરશીભાઈનું અકસ્માતમાં મોત થયું હતું. નરશીભાઈ ઘરમાં કમાનાર મુખ્ય વ્હાક્તી હોવાથી વારસદારોને ગુજારનારની આવકની નુકશાની જાય જેથી રાજકોટની કોર્ટમાં જંગી વળતર મેળવવા કલેઈમ કર્યો હતો જે કલેઈમ કેશ લોક અદાલતમાં મુકાતા અરજદારના વકીલોની જોરદાર રજૂઆત કારણોસર વીમા કંપનીએ ૯૫ લાખ જેટલી રકમ ગુજરાતના વારસદારોને દેવા તૈયાર થઇ જતા કેસનો રાજકોટ ખાતે માત્ર ૧૨ માસના ટૂંકાગાળામાં નિકાલ આવ્યો હતો.

રાજકોટના એડીશનલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ એસ વી શર્માએ વીમા કંપનીને ટૂંક સમયમાં જ ગુજરનારના વારસદારોને રૂ ૯૫ લાખ તાકીદે ચુકવવા હુકમ કર્યો હતો સ્વ. નરશીભાઈ નકુમના વારસદારો વતી રાજકોટના જાણીતા વકીલ શ્યામ જે ગોહિલ, રવિન્દ્ર ડી ગોહિલ, હિરેન ગોહિલ, મૃદુલા ગોહિલ, દિનેશ ડી ગોહેલ, દિવ્યેશ કણઝારીયા, કિશન મારૂ અને જતિન ગોહેલ રોકાયેલ હતા.

Advertisement

રાજકોટ ખાતે લોક અદાલતમાં કુલ ઘણા બધા કલેઈમ કેસો પુરા થયા હોય જેમાં ૧૩૦ વાહન અકસ્માતના કલેઈમ કેસોમાં ૪૦ કેસોમાં તેમજ ૯૫ ઈજાના કેસોમાં ૭ માસથી ૧૨ માસના ટૂંકાગાળામાં કુલ ૭ કરોડ જેટલી વળતરની રકમ મંજુર કરવામાં આવી હોય છેલ્લા બે માસની આ ૧૩૦ કલેઈમ કેસોના વકીલો રવિન્દ્ર ડી ગોહિલ, શ્યામ જે ગોહિલે રાત દિવસ એક કરીને ખુબ મહેનત કરીને વીમા કંપનીમાં જોરદાર રજૂઆત કરી સાત કરોડ જેટલું વળતર મંજુર કરાવ્યું છે.


Share

Related posts

લાંબા સમયથી નવી ઔધોગિક નીતિની જાહેરાતની રાહ જોવાઈ રહી હતી જેની આજે મુખ્યમંત્રી દ્વારા જાહેરાત થતા અંકલેશ્વર પાનોલી સહિતના રાજ્યના અન્ય ઉદ્યોગકારોમાં આનંદ ની લાગણી ફેલાઇ છે.

ProudOfGujarat

ભરૂચના તવરા ગામે મહંત પ.પૂ. મંગલદાસની 31 મી પુણ્યતિથિ સ્મૃતિ મહોત્સવ ઉજવાયો.

ProudOfGujarat

નાંદોદ તાલુકાના છટવાડા ગામે નર્મદા વન વિભાગ દ્વારા આંબા કલમનું વિતરણ 

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!