Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડા તાલુકાના વાડી ગામમાં વંદે ગુજરાત વિકાસ યાત્રાનું સ્વાગત કરાયું.

Share

ઉમરપાડા તાલુકાના વાડી ગામે રાજ્ય સરકાર પ્રેરિત વંદે ગુજરાત વિકાસ યાત્રા આવી પહોંચતા સ્થાનિક ગ્રામજનો દ્વારા સ્વાગત કરાયું હતું.

નિરાંત મંદિર ખાતે ધારાસભ્ય ગણપતસિંહ વસાવા, તાલુકા પંચાયત ઉમરપાડા પ્રમુખ શારદાબેન જીલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ રાજેન્દ્ર વસાવા, ‌ઉપપ્રમુખ વિપુલ જીલ્લા પંચાયત સદસ્ય દરિયાબેન વસાવા તાલુકા વિકાસ અધિકારી રવિન્દ્ર સોલંકી મામલતદાર કિરણસિંહ રણા, વગેરે વંદે ગુજરાત રથયાત્રા સાથે વાડી ગામે આવી પહોંચતા ગામના સરપંચ ભુપેન્દ્રસિંહ વસાવા, નરપતભાઈ વસાવા અને ગ્રામજનો લાભાર્થીઓ દ્વારા યાત્રાનું સ્વાગત કરાયું હતું. પૂર્વ મંત્રી ગણપતભાઈ વસાવા એ કેન્દ્ર રાજ્ય સરકારના વિકાસના કામો વિશે વિસ્તૃત માહિતી આપી હતી. એમણે શિક્ષણ ક્ષેત્રે વિસ્તારમાં સરકારી કોલેજો, સૈનિક સ્કૂલ, ધાર્મિક સ્થળો, પર્યટન સ્થળોના વિકાસ વિશે જણાવ્યું. સરકાર દ્વારા વય વંદના, ગંગાસ્વરુપા યોજના, પીએમ એવાય, પીએમજેવાય, બાગાયતી ખેતી માટેના લાભાર્થીઓને સહાય પત્રક વિતરણ કરવામાં આવ્યા સાથે એમના માતૃશ્રી અને પિતૃશ્રીના સ્મરણાર્થે વિદ્યાર્થીઓને નોટબુકોનું વિતરણ કરવામાં આપ્યું હતું. આ પ્રસંગે આજુબાજુ ગામના સરપંચો આગેવાનો કાર્યકર આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

સુરત : કર્ણાટકમાં જૈન સંતની હત્યા મામલે જૈન સમાજએ વિશાળ રેલી યોજી વિરોધ પ્રદર્શન કર્યુ

ProudOfGujarat

જામનગરની દિગ્જામ મિલ ખાતે સીટીઝન પરસેપ્શન સર્વે માટે માર્ગદર્શન સેમિનાર યોજાયું.

ProudOfGujarat

વાંકલ ખાતે સરકારી વિજ્ઞાન કોલેજમાં સામૂહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!