Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના મીરાનગર વિસ્તારમાં યુવાનની ઈજાગ્રસ્ત હાલતમાં લાશ મળી આવતા ચકચાર, હત્યાની આશંકા.

Share

અંકલેશ્વરનાં જીઆઇડીસી પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં મીરાનગર પાસે એક યુવાનનો મૃતદેહ લોહીલુહાણ લથપથ હાલતમાં મળી આવેલ છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર અંકલેશ્વરના મીરાનગર પાસેથી લોહીથી લથપથ એક પરપ્રાંતીય ઈસમ જેનું નામ મિથુન મંડળ ઉ.વ આશરે ૩૫ નાઓનો મૃતદેહ મળી આવતા ભારે ખળભળાટ મચ્યો હતો. મૃતકની હત્યા કરવામાં આવી હોવાની આશંકાએ પોલીસે સ્થળ દોડી જઇ લાશનો કબ્જો મેળવી તેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ઘટના અંગે ગુનો દાખલ કરવાની તજવીજ હાથધરી હતી.

Advertisement

અત્રે ઉલ્લેખનીય છે કે મિથુન મંડળની લાશ મળતા બાદ સ્થળ ઉપર એક સમયે લોકોના ટોળા જામ્યા હતા અને મિથુનની હત્યા થઇ છે કે કેમ તેવી બાબતો પણ લોકો વચ્ચે ચર્ચાનું કેન્દ્ર બની હતી, જોકે હત્યા થઇ છે તો કેમ થઇ છે અને કોણે કરી છે તે તમામ દિશાઓમાં હાલ તો પોલીસ વિભાગે તપાસના ધમધમાટ શરૂ કર્યા હોવાનું માલુમ પડી રહ્યું છે.

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744


Share

Related posts

ઘેરૈયા આદિવાસીએ હાથમાં ગુજરી વગાડી મનસુખ વસાવાને જબરે યાદ કરતે યે, વેલા વેલા આવજ રે ..

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં સ્વામી વિવેકાનંદ મંડળનાં યુવાનોની પ્રશંસનીય કામગીરી ૫૦,૦૦૦ થી વધુ વૃદ્ધોને કોરોના વિશે સમજણ આપી મેડિકલ સર્વે સહિતની કામગીરી કરી.

ProudOfGujarat

નબીપુર ખાતે ઈદે મિલાદની શાનદાર ઉજવણી, ઝૂલુસમા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!