બરવાળા તાલુકાનું નભોઈ દેશી દારુનું હબ માનવામાં આવે છે, પોલીસની રહેમનજર હેઠળા ગેરકાદેસર દારુ વેચાઈ રહ્યો છે તેની પોલ ખૂલી ગઈ છે. કેમ કે, કેટલાક દારુ પીનાર ગામના લોકોએ જ મીડિયા સામે સ્વિકાર્યું છે કે, તેઓ રોજ દારુ પીએ છે. જેમાં કેટલાક સારવાર માટે લાવવામાં આવેલા કેટલાક યુવકોએ કેટલીક સ્પષ્ટતા કરી હતી. મીડીયા સમક્ષ વાત કરતા બળવંતભાઈ પરમારે કહ્યું કે, મને ખબર નહોતી કે આવો બનાવ છે. અમે દારુ પીએ છીએ. અમારા 2 થી 3 લોકો એક્સપાયર થઈ ગયા છે. રોજિદમાં આ બનાવ બન્યો છે અને અમને 2 ને સારવાર માટે લવાયા છે. તેવી સ્પષ્તા તેમણે કરી હતી. આ સાથે અન્ય યુવક મનોજભાઈએ પણ આ બનાવ શું હતો તેની સ્પષ્ટતા કરી હતી તેમણે કહ્યું કે, 25 થી 30 જણને અસર થઈ છે મને અત્યારે અસર નથી થઈ. મેં દિવસ પહેલા પીધો હતો. તેવી સ્પષ્ટતા તેમણે મીડિયા સમક્ષ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, જે લોકોને આ ઝેરી દારુ પીવાથી અસર થઈ હતી તેમને આંખે અંધારા આવવા સહીતના શરુઆતના લક્ષણો જોવા મળતા હતા આ સિવાય શરીરમાં અન્ય અસરો પણ જોવા મળી હતી. આ બનાવ બન્યા બાદ અત્યારે પોલીસ હરકતમાં આવી છે અને ધાડેધાડા પોલીસના ઉતરી પડ્યા છે પરંતુ ગુજરાતમાં દારુ પ્રતિબંધ છે તો આ દારું ક્યાં વેચાય છે, કોણ વેચે છે તેને લઈને પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. બુટલેગરો જાણે બેફામ બની ગયા હોય તેમ લાગી રહ્યું છે.
આ પ્રકારની મોટી ગંભીરતા બન્યા બાદ અત્યારે એટીએસ અને ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરી રહી છે. જેમાં કેટલીક વિગતો સામે આવી છે જેમાં આ ઝેરી દારુ બનાવવા માટે અમદાવાદથી 90 લીટર કેમિકલ મંગાવવામાં આવ્યું હતું. આમ એક પછી એક ખુલાસાઓ પણ આ મામલે તપાસ દરમિયાન થઈ રહ્યા છે.
