Proud of Gujarat
FeaturedGujaratINDIA

ધાર્મિક સ્થળો પર ચોરી કરતી ટોળકીને નડિયાદ એલસીબીએ ઝડપી પાડી.

Share

વડતાલ મંદિરમાં આવતા દર્શનાર્થીઓના કિંમતી સામાન તેમજ દાગીનાની ચોરી કરતી આઠ મહિલાઓને નડિયાદ એલ.બી.એ રૂપિયા 1,36,000 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી હતી.

ખેડા જિલ્લામાં આવેલા ધાર્મિક સ્થળોએ કિંમતી ચીજ વસ્તુઓ ચોરી થવા મામલે નડિયાદ એલ.સી.બી દ્વારા અલગ અલગ ટીમ બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી. સીસીટીવી તેમજ હ્યુમનરિસોર્સના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી. દરમિયાન પોલીસને મળેલી બાતમીના આધારે નડિયાદ શહેરની નાની શાકમાર્કેટની પાછળ આવેલી ગલીમાંથી 8 મહિલા તેમજ અન્ય બે ઇસમોને મંદિરમાંથી ચોરી કરેલા સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની વહેંચણી કરતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે રૂપિયા 1,36,000 લાખનો મુદ્દામાલ કબજે લઈ આરોપીઓ સામે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓમાં મધ્યાહન ભોજનની શરૂઆત.

ProudOfGujarat

અંકલેશ્વર: પાણીનો બગાડ કરતા હોય તો થઇ જજો સાવધાન, પાણીનો બગાડ કરનારાઓને થશે રૂપિયા ૫૦૦૦/-સુધીનો દંડ.

ProudOfGujarat

ભરૂચ બ્રાન્ચ ઓફ ICAI ખાતે નવા ક્વાલીફાઇડ CA નો સત્કાર સમારંભ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!