Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચમાં ભાદરવો ભરપૂર : વહેલી સવારે અનેક તાલુકામાં ધોધમાર વરસાદી માહોલ જામ્યો.

Share

ચાલુ વર્ષે રાજ્યમાં ચોમાસાની ઋતુ એ અનેક જિલ્લામાં સારો એવો વરસાદી માહોલ જામેલો જોવા મળ્યો હતો. ભરૂચ જિલ્લામાં પણ ચોમાસાની ઋતુ નોંધપાત્ર જોવા મળી હતી. જિલ્લામાં સિઝનનો ૧૦૦% વરસાદ નોંધાઇ ચુક્યો છે, જોકે છેલ્લા ૧૫ દિવસથી મેઘરાજા ન વરસતા ચોમાસએ વિદાય લીધી હોવાનું લોકોમાં ચર્ચાઓએ જોર પકડ્યું હતું.

જોકે એક સપ્તાહ ઉપરાંતના સમય બાદ આજે વહેલી સવારથી હવામાન વિભાગની આગાહી બાદથી જ ભરૂચ, અંકલેશ્વર સહિત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ભાદરવો ભરપૂર જામ્યો હોય તેમ કાળા ડિબાંગ વાદળોની ફોજ વચ્ચે મેઘરાજા એ તોફાની ઇનિંગ શરૂ કરી હતી, સતત અર્ધો કલાક સુધી તોફાની વરસાદી માહોલ બાદ ઠેક ઠેકાણે પાણીનો ભરાવો જોવા મળ્યો હતો.

ભરૂચ જિલ્લામાં ભારદરવો ભરપૂર જામતા ચોમાસા ખેતીમાં પણ નુક્શાનીની આશંકાઓ સેવાઇ રહી છે, કારણ કે ચોમાસા દરમિયાન જે કપાસ સહિતના પાક ઉભા થયા હતા તે પાક ભાદરવાના વરસાદમાં બગડી જવાની ભીતિ સેવાઇ રહી છે. ભરૂચના હાંસોટ, અંકલેશ્વર, વાલિયા, ઝઘડિયા સહિતના આસપાસમાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલની જમાવટ બાદ છેલ્લા કેટલાક દિવસથી અસહ્ય બફારો અનુભવતા લોકોએ વાતાવરણમાં ઠંડક અનુભવી હતી.

Advertisement

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744


Share

Related posts

ગોવા થી ટ્રેન મારફતે વિદેશી દારૂની હેરાફેરી કરતા ઈસમને ઝડપી પાડતી વડોદરા ક્રાઇમ બ્રાંચ પશ્ચિમ રેલવે

ProudOfGujarat

ભરૂચ : દહેજની બાયોસ્કેપ કંપનીમાં કામ કરતી મૃતક બાળકી માત્ર 16 વર્ષની હોવાનું સામે આવ્યું : તંત્રની બેદરકારી.

ProudOfGujarat

હરિયાણાથી ટ્રેન દ્વારા થતી વિદેશી દારૂની હેરાફેરીનો ગણના પાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ રેલ્વે સુરત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!