Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં તસ્કરો બન્યા બેફામ, એક જ મકાનમાં બીજીવાર ચોરીની ઘટનાને અંજામ આપી થયા ફરાર.

Share

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં તસ્કરો દિવસેને દિવસે બેફામ બની રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. પોલીસ વિભાગ એક ચોરીનો ભેદ ઉકેલે ત્યાં તો બીજી ચોરીની ઘટના સામે આવતી હોય તેવી સ્થિતિનું સર્જન થવા પામ્યું છે, ત્યારે વધુ એક ચોરીની ઘટના અંકલેશ્વરમાં ગડખોલ પાટિયા વિસ્તારમાંથી સામે આવી છે.

અંકલેશ્વરમાં ગડખોલ પાટિયા વિસ્તારમાં આવેલ વેલકમ સોસાયટીના એક મકાનને તસ્કરોએ બે મહિનામાં બીજીવાર નિશાન બનાવી પોલીસ સામે પણ પડકાર ફેંક્યો છે, જ્યાં અજાણ્યા તસ્કરોએ મકાનના પાછળના ભાગેથી પ્રવેશ કરી મકાનનાં કબાટમાં રહેલ સોના ચાંદીના ઘરેણાં સહિત રોકડ રકમની ચોરી કરી ફરાર થતા ચકચાર મચ્યો છે.

હાલમાં મકાન માલિકે ચોરી અંગે અંકલેશ્વર શહેર પોલીસ મથકે જાણ કરતા પોલીસે સ્થળ પર પહોંચી મકાન માલિકની ફરિયાદના આધારે વધુ તપાસ હાથધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર પંથકની સોસાયટી વિસ્તારોમાં વધતા જતા ચોરીઓના બનાવો બાદ રાત્રી દરમિયાન પોલીસ પેટ્રોલીંગ વધુ સઘન બનાવવામાં આવે તેવી જાગૃત નાગરિકોએ માંગ કરી છે.

Advertisement

Share

Related posts

આયુષયમાન યોજના અંગે નગરપાલિકા માહિતી આપશે ….

ProudOfGujarat

આજે એસટી,એસસી અને દલિત સમાજ દ્વારા ભારત બંધને વાલિયા ગામ ખાતે સ્વયંભૂ બંધ પાડવામાં આવ્યું હતું

ProudOfGujarat

લીંક રોડ પર જયનારાયણ સોસાયટીમાં શ્રીજીની પ્રતિમા પાસે કચરો નાંખતી મહિલાનો વીડિયો વાયરલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!