Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : મુસાફિરખાના નજીક ઇજાગ્રસ્ત હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો.

Share

ભરૂચના સ્ટેશન વિસ્તારમાં એક વ્યક્તિનો ઇજાગ્રસ્ત હાલતમાં મૃતદેહ મળી આવતા ભારે ખળભળાટ મચ્યો હતો. માનવામાં આવી રહ્યું છે કે આ વ્યક્તિ મુસાફિર ખાના પાસેથી ચાલતો આવી રહ્યો હતો તે જ સમયે તે પડી જતા બાદમાં ઇજાગ્રસ્ત હાલતમાં બેસી જતા બેઠા બેઠા જ તેનું મોત થયું હતું.

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના સ્ટેશન વિસ્તારમાં આવેલ મુસાફિર ખાના પાસે કોઇ કારણસર અકસ્માતે પડી જતા આશરે ૪૫ વર્ષની ઉંમર ધરાવતા હિન્દૂ જ્ઞાતિના અજાણ્યા ઇસમનું માથાના ભાગે ગંભીર ઇજાઓના પગલે મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે.

Advertisement

હાલ મરણ જનાર વ્યક્તિ કોણ છે તે અંગે જાણી શકાયું નથી પરંતુ આ અજાણ્યા વ્યક્તિએ લાલ કલરનું શર્ટ અને મરૂન કલરનું પેન્ટ પહેર્યું છે તેમજ મૃતક ઇસમને ડાબા હાથે દાઝેલાનું નિશાન હોવાનું સામે આવ્યું છે. હાલ સમગ્ર મામલે રેલવે પોલીસે મૃતક વ્યક્તિની લાશનો કબ્જો લઈ તેની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી તેના વાલી વારસની શોધખોળ હાથધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

હારુન પટેલ : ભરૂચ
મો: 99252 22744


Share

Related posts

મેંદી તે વાવી માળવે, એનો રંગ ગયો ગુજરાત રે, સુરતી લાલા મન મુકીને ગરબે ઘૂમ્યા

ProudOfGujarat

આણંદમાં ફાટ્યું આભ : બે દિવસમાં સુસવાટા પવન સાથે ધમાકેદાર, દોઢ દિવસમાં 13 ઇંચ વરસાદ…

ProudOfGujarat

જંબુસરમાં પલ્સર પર આવેલા 3 બુકાનીધારીઓએ આંગડિયા પેઢીના કર્મી પાસેથી રૂ. 11 લાખની લૂંટ ચલાવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!