Proud of Gujarat
GujaratFeaturedINDIA

નડિયાદ : ઠાસરા નજીક કેનાલમાં કાર સાથે ખાબકેલા બે વ્યક્તિઓના ત્રણ દિવસે મૃતદેહ મળ્યા.

Share

ખેડા જિલ્લાના ઠાસરા પંથકમાં આવેલ બાધરપુરા પાસે ઉજ્જૈનથી દર્શન કરી પરત ફરતા રાજકોટ જિલ્લાના ગોંડલના ત્રણ લોકો કાર સાથે મહી કેનાલમાં ખાબક્યા હતાં. આ પૈકી એકનો આબાદ બચાવ થઈ ગયો હતો. જ્યારે અન્ય બે વ્યક્તિઓ કાર સહિત કેનાલમાં ડૂબી લાપતા બન્યા હતા.
બનાવના ત્રીજા દિવસે શનિવાર સવારે અહીયા નજીકથી કારની અંતે બહાર કાઢવામાં આવી હતી. અને આ કારમાંથી બન્ને લોકોના મૃતદેહ અજયપુરી ગોસાઈ અને ભારતીબાપુનો મળી આવ્યો છે. ક્રેનની મદદથી ગાડી અને મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા.

બનાવના પગલે નહેર પર લોકોના ટોળેટોળા વળ્યા હતા. બન્નેના મૃતદેહોને પીએમ માટે ઠાસરાની સીએચસી ખાતે ખસેડવામાં આવ્યા છે. સમગ્ર મામલે પોલીસે ગુનો નોધવાની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

આજરોજ ભરૂચની પશ્ચિમ વિસ્તારની સોસાયટીઓના સ્થાનિક રહીશોએ કલેક્ટર કચેરી ખાતે પોતાની વિવિધ સમસ્યાઓ મુદ્દે આવેદન પત્ર પાઠવ્યું.

ProudOfGujarat

ઝઘડીયાના જુના ટોઠિદરા ગામે ઉપસરપંચની ચુંટણીની અદાવતે મારામારી કરતા ત્રણ ઇસમો સામે સરપંચની ફરિયાદ.

ProudOfGujarat

વડોદરા : પાણીગેટ પોલીસની સર્વેલન્સ ટીમની પ્રશંસનીય કામગીરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!