Proud of Gujarat
GujaratFeaturedINDIA

નડિયાદ : આગળ ચેકિંગ છે તેમ કહી વેપારીના દાગીના તફડાવ્યા.

Share

નડિયાદ શહેરના પશ્ચિમમાં 70 વર્ષીય વૃદ્ધ સાથે છેતરપિંડીની ઘટના બની છે. ડ્રગ્સનું ચેકિંગ ચાલે છે, તમને ખબર નથી, આ સોનાની ચેન અને વીંટી ઉતારી નાખો, તેમ કહી બે ગઠિયા વૃદ્ધે ઉતારેલા રૂા.1.75 લાખના સોનાના ઘરેણા તફડાવી છુમંતર થઈ ગયા હતા. નડિયાદના અશોકભાઈ પંજાબી અમદાવાદમાં સાડીનો વ્યવસાય કરે છે.

સોમવારે તેઓ માઈ મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા. તે દરમિયાન લાલવાણી સ્ટોર્સ પાસે ઉભેલા બે અજાણ્યા ઈસમોએ તેમને રોક્યા હતા. અને પોતાની ઓળખ પોલીસ તરીકે આપી અહીં ડ્રગ્સનું ચેકિંગ ચાલે છે, તમને ખબર નથી, તમે પહેરેલી સોનાની વીંટીઓ અને ચેઈન ઉતારી નાખો તેમ કહી હાથ ચાલાકીથી રૂા.1.75 લાખના સોનાના ઘરેણા લઈ સ્થળ પરથી ભાગી ગયા હતા. પોલીસે જણાવ્યું હતું કે અશોકભાઈને સીસીટીવી ફુટેજ બતાવ્યા છે. પરંતુ તેઓની ઉંમર વધારે હોય તેઓને ગઠિયા કેવા હતા, તે યાદ નથી.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

નર્મદા જિલ્લામાં કપાસની ખેતી કરનારા ખેડૂતોની હાલત કફોડી બની.

ProudOfGujarat

બારડોલીમાં જવાળામુખી માતાજી મંદિરનો 18મો પાટોત્સવ: મૈસુરીયા સમાજ દ્વારા ભવ્ય ઉજવણી અને આગેવાનોનું સન્માન

ProudOfGujarat

દસ સેલફોનની કોલડિટેઇલ્સ પરથી એક નંબર મળ્યોને સુરતની બાળકીનો દુષ્કર્મી હત્યારો બિહારથી પકડાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!