Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : ઝંખવાવ ગામે વન વિભાગ દ્વારા વન્ય પ્રાણી સંરક્ષણ સપ્તાહની ઉજવણી કરાઇ.

Share

માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામની ઉચ્ચતર પ્રાથમિક શાળા ખાતે વન વિભાગ દ્વારા વન્ય પ્રાણી અને પર્યાવરણ સંરક્ષણ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી.

વાંકલ વન વિભાગ રેન્જ ફોરેસ્ટ ઓફિસર હિરેનભાઈ પટેલ, ફોરેસ્ટર હિતેશભાઈ માલી, વન કર્મચારી, નલીનીબેન વસાવા અને સ્ટાફ દ્વારા વન્ય પ્રાણીઓ અને પર્યાવરણના જતન અંગે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું હતું તેમજ વન્ય પ્રાણી ચિત્ર સ્પર્ધા અને વકૃત્વ સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ તમામ વિદ્યાર્થીઓને વન વિભાગના અધિકારીઓ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સ્થાનિક શાળાના શિક્ષકો તેમજ ગામના આગેવાનો દ્વારા આ કાર્યક્રમમાં સહયોગ આપવામાં આવ્યો હતો.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

ભરૂચ : 4 વર્ષથી ચોરીનાં ગુનામાં નાસતા ફરતા મહિલા આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી.

ProudOfGujarat

રાજપીપળા જામાં મસ્જિદ ટ્રસ્ટ દ્વારા લેવાયો નિર્ણય શુક્રવારની નમાઝમાં ફક્ત 4 નમાજી નમાજ પઢશે.

ProudOfGujarat

નર્મદા ડેમની સપાટી વધી – 5 કલાકમાં 5 ઈંચ વધતા 124.51 મીટર થઈ જળ સપાટી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!