Proud of Gujarat
INDIAFeaturedGujarat

નર્મદાના એકતાનગર ખાતે ભારી ઉદ્યોગ મંત્રાલય ભારત સરકાર દ્વારા ઉદ્યોગ 4.0 કોન્ફરન્સ યોજાઈ.

Share

નર્મદાના એકતાનગર ખાતે આજે ભારી ઉદ્યોગ મંત્રાલય ભારત સરકાર દ્વારા એકદિવસીય ઉદ્યોગ 4.0 કોન્ફ્રન્સ યોજાઈ. આ કોન્ફરન્સને દીપ પ્રાગટ્ય કરી કેન્દ્રીય ભારી ઉદ્યોગ મંત્રી ડો.મહેન્દ્ર્નાથ પાંડે એ ખુલ્લી મુકી.

આ કોન્ફરન્સમાં મંત્રી કૃષ્ણપાલ ગુજ્જર સહીત ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓની ઉપસ્થિત હતી સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ગાંધીનગરથી વર્તચ્યુઅલી જોડાયા હતા.

આ કોન્ફ્રરન્સ હેતુ ભારતમાં ચોથી ઔદ્યોગિક ક્રાંતિ લાવવાનો છે અને તે માટે પ્રધાનમંત્રી મોદીની પ્રેરણાથી સમગ્ર ભારતમાં ડિજિટલ ક્રાંતિ સાથે ભારતને સજ્જ કરવામાં આવી રહ્યુ છે. ખાસ કરીને વધતા પ્રદુષણથી ભારતમાં દરેક રાજ્યોમાં ફેમ 1 અને ફેમ 2 દ્વારા ઈવ્હીકલમાં સબસીડી આપી પ્રોત્સાહિત કરાય છે. ફેમ 1 પૂર્ણ થયું છે હવે હવે ફેમ 2 માં ટૂ વહીલરની સાથે સાથે 3 વ્હીલર 4 વ્હીલર અને કોમર્શિયલ બસોને પણ સબસીડી આપવામાં આવી છે.

આજે ગુજરાત અને કર્ણાટકમાં 275 જેટલી ઈ બસોનું લોકાર્પણ કરાયું જેમાં ગુજરાતમાં 75 બસોનું લોકાર્પણ કરાયું છે. ભારતમાં અત્યાર સુધીમાં 3800 થી વધુ ઈ બસો દોડી રહી છે અને આગામી સમયમાં 7000 થી વધુ ઈ બસોનો લક્ષ્યાંક છે. આ બસોને ચાર્જિંગ કરવા દેશના 22000 પેટ્રોલ પંપ ઉપર ચાર્જિંગ સ્ટેશન લગાવવામાં આવશે. પ્રધાનમંત્રી મોદીનું વિસન છે કે 2030 સુધીમાં 45 ટકા કાર્બન ઉત્સર્જન ઓછું કરી શકીએ અને તે માટે બેટરી ઉત્પાદનને પણ વધારવામાં આવી રહ્યું છે.

દીપક જગતાપ રાજપીપળા

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે વિજળી વિભાગની કચેરીમાં કર્મચારીઓની કામગીરીને બિરદાવવામાં આવી હતી.

ProudOfGujarat

ગુજરાત યુનિવર્સિટીમાં NSUI એ વિરોધ પ્રદર્શન કરી એડમીશન પ્રક્રિયા અને સેનેટ-સિન્ડિકેટની ચૂંટણી કરવા માંગ કરી

ProudOfGujarat

સંસદમા કામગીરી મા વિક્ષેપ ના અંગે વિરોધ વ્યક્ત કરતા સાંસદ મનસુખ વસાવા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!