Proud of Gujarat
FeaturedGujaratINDIA

મોટામિયા માંગરોળ મુકામે ઓવરહેડ ટાંકીનું ભૂમિ પૂજન તેમજ નાની પારડી પ્રાથમિક શાળાના નવા ઓરડાનુ ઉદ્ઘાટન માજી કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાના હસ્તે કરાયું.

Share

વાંકલ તાલુકા મથક મોટામિયા માંગરોળ મુકામે 1 લાખ લીટર ક્ષમતા ધરાવતી ઓવરહેડ ટાંકી માટે 21 લાખ મંજૂર કરાતા ભૂમિપૂજનનો કાર્યક્રમ માંગરોળ ગામ પંચાયત ખાતે ધારાસભ્ય અને માજી કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાના અધ્યક્ષસ્થાને રાખવામાં આવેલ હતો તથા નાનીપારડી મુકામે જીઆઇપીસીએલ કંપની રચિત દીપ ટ્રસ્ટ દ્વારા વીસ લાખના ખર્ચે બનાવવામાં આવેલ ચાર નવા મકાનના ઓરડા બનાવવામાં આવેલ જેનું ઉદ્ઘાટન રીબીન કાપીને ગણપતસિંહ વસાવાના હસ્તે કરવામાં આવેલ હતું.

આ કાર્યક્રમમા દિલીપસિંહ રાઠોડ, મુકુંદભાઈ પટેલ, ઈદરીશભાઈ મલેક, તાલુકા પંચાયતના પ્રમુખ ચંદનબેન ગામીત, અનિલભાઈ શાહ, સુરત જિલ્લા પંચાયત મહિલા બાળ વિકાસના અધ્યક્ષ નયનાબેન સોલંકી, જયચંદભાઈ વસાવા, એડવોકેટ તનોજભાઈ પરમાર, ઇશ્વરભાઇ પરમાર, વિપુલભાઈ પરમાર, નિકેશ વસાવા, મનીષભાઈ, ઇસ્માઈલ બોબાત, સોયેબ રાવત, ચૂંટાયેલા હોદ્દેદારો સંગઠનના હોદ્દેદારો વગેરે હાજર રહ્યા હતા. સ્વાગત પ્રવચન ઈશ્વરભાઈ પરમારે કર્યું હતું.દિલીપ સિંહ રાઠોડ એ પોતાના પ્રવચનમાં ગણપતસિંહ વસાવા વિકાસ માટે ઘણી ગ્રાન્ટો અપાવી છે. માંગરોળ તાલુકામાં કરેલા વિકાસના કામો વિશે માહિતગાર કર્યા હતા.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

 રેડક્રોસ સોસાયટી બ્લડ બેન્ક રાજપીપળા અને જન કલ્યાણ સેવા ટ્રસ્ટનાં ઉપક્રમે યોજાયેલ રક્તદાન કાર્યક્રમમાં માસ્ક પહેરીને સોશિયલ ડિસ્ટન્સ સાથે 37 યુવાનોએ કોરોના સંકટમાં રક્તદાન કર્યું. 

ProudOfGujarat

માંગરોળ તાલુકાના વાંકલ ગામે હનુમાન જનમોત્સ્વના દિવસે તરબૂચમાં હનુમાનજી અને ગણેશજીની પ્રતિકૃતિ દેખાય

ProudOfGujarat

હવે અમુલ બ્રાન્ડનું મળશે મધ..! કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કરી જાહેરાત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!