Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત જિલ્લા પંચાયત કચેરી ખાતે સુરત જિલ્લાના પ્રાથમિક શિક્ષકોના વધઘટ અને તાલુકા અરસ પરસ બદલી કેમ્પ યોજાયા.

Share

આજરોજ સુરત જિલ્લા પંચાયત કચેરી ખાતે સુરત જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળાના 41 શિક્ષકોના વધઘટવાળા શિક્ષકોને બદલી કેમ્પ તેમજ તાલુકા અરસપરસના બદલી કેમ્પ પણ આવેલ અરજી મુજબ પૂર્ણ કરવામાં આવેલ હતા. આ બદલી કેમ્પ માનનીય નિયામકના પત્ર અન્વયે શિક્ષણ વિભાગના 1/4/22 ના ઠરાવ મુજબ સંપૂર્ણ પારદર્શકતાથી કોઈપણ જાતના વાદવિવાદ વગર પૂર્ણ કરવામાં આવેલા હતા. આ બદલી કેમ્પમાં સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ.દીપક આર દરજી, સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલ, મહામંત્રી અરવિંદભાઈ ચૌધરી, બળવંતભાઈ પટેલ, ઇમરાનખાન પઠાણ, અનિલભાઈ ચૌધરી, અન્ય હોદ્દેદારો દરેક તાલુકાના ટીપીઈઓ, દરેક તાલુકા ઘટક સંઘના પ્રમુખ, મંત્રી હાજર રહ્યા હતા.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ભાજપા મહિલા મોરચા દ્વારા મહિલાલક્ષી વિવિધ યોજનાઓ છેવાડાના ગામ સુધી પહોંચાડવામાં આવશે : ડો. દીપિકા સરવરડા.

ProudOfGujarat

ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ ની કલમ-૪૩ (૧) અન્વયે જાહેરનામું / મેળા દરમ્યાન ચેપી રોગચાળાને અટકાવવા કડક નિયમો અંગે જાહેરનામું

ProudOfGujarat

અંકલેશ્વર રેલ્વે સ્ટેશનના પ્લેફોર્મ નંબર-૧ પર છેલ્લા બે મહિનાથી મુસાફરો દ્વારા પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!