Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : બાયપાસ ચોકડી નજીક ઝૂંપડાઓમાં આગ ફાટી નીકળતા દોડધામ, ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ.

Share

ભરૂચ શહેર જંબુસર બાયપાસ ચોકડી વિસ્તારમાં આવેલ લુકમાન પાર્ક પાસે આજે બપોરના સમયે અચાનક ૭ થી વધુ ઝૂંપડાઓમાં આગ ફાટી નીકળતા ઉપસ્થિત લોકોમાં એક સમયે ભારે નાસભાગ મચી હતી, અચાનક લાગેલ ઝૂંપડાઓમાં આગની ઘટના અંગેની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગમાં કરવામાં આવતા ફાયરના કર્મીઓએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ આગ ઉપર પાણીનો મારો ચલાવી આગને ગણતરીના સમયમાં કાબુમાં લીધી હતી.

લુકમાન પાર્ક નજીક આવેલ ઝૂંપડાઓમાં લાગેલ આગની જવાળાઓથી એક સમયે સ્થાનિક લોકોમાં પણ ગભરાટનો માહોલ છવાયો હતો. આગના પગલે વિસ્તારમાં ધુમાડાના ગોટે ગોટા ઉપસી આવતા ઉપસ્થિત લોકોના જીવ ટાળવે ચોંટી ગયા હતા, જોકે સદનસીબે સમગ્ર ઘટના ક્રમમાં કોઈ પણ પ્રકારની જાનહાની ન થતા ઉપસ્થિત લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

એક સાથે ૭ થી વધુ ઝૂંપડાઓમાં ક્યાં કારણસર આગ ફાટી નીકળી હતી તે બાબત હજુ સુધી સ્પષ્ટ થઇ નથી, જોકે આગ લાગવાની આ ઘટનામાં ઝુંપડાઓમાં રહેલ ઘરવખરી બળીને ખાખ થઈ જવા પામી હતી.

Advertisement

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744


Share

Related posts

વડોદરા : કરજણ તાલુકાના પાછીયાપુરા ગામમાં સ્મશાનના અભાવે ગ્રામજનોને પારાવાર મુશ્કેલી.

ProudOfGujarat

એન.સી.સી. જીતનગર હેડક્વાર્ટર ખાતે ફાયરીંગ બટની ૫૦૦ યાર્ડ સુધીના વિસ્તારમાં પ્રવેશ ઉપર પ્રતિબંધ

ProudOfGujarat

માંગરોળ તાલુકા ઝંખવાવ જિલ્લા પંચાયત સીટનાં 200 થી વધુ કાર્યકર્તાઓએ કેસરિયો ધારણ કર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!