Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર વિધાનસભા મત વિસ્તારમાં ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા એ જનસભા સંબોધી.

Share

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી વચ્ચે ભાજપ દ્વારા આજરોજ સમગ્ર રાજયમાં ઝંઝાવતી ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો હતો ત્યારે અંકલેશ્વર વિધાનસભા બેઠક પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ જાહેર સભા સંબોધી હતી. અંકલેશ્વરના ગડખોલ પાટીયા ખાતે યોજાયેલ જાહેરસભામાં અંકલેશ્વર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર ઈશ્વરસિંહ પટેલ, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયા સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

જે.પી.નડ્ડાએ તેમના સંબોધનમાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા અને ભાજપના ઉમેદવાર ઈશ્વરસિંહ પટેલને જંગી બહુમતીથી જિતાડવા અપીલ કરી હતી. ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાએ કોંગ્રેસની ભારત જોડો યાત્રા અંગે નિવેદન આપતા જણાવ્યુ હતું કે કોંગ્રેસ પહેલા પોતાની પાર્ટી જોડે, પછી દેશ જોડવા નિકળે.

Advertisement

Share

Related posts

વડોદરામાં 500 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, દવા બનાવવાની ફેક્ટરીની આડમાં ડ્રગ્સના કારોબારનો ATS એ કર્યો પર્દાફાશ.

ProudOfGujarat

ભરૂચ શહેરની અનોખી પુસ્તકાલય જેમાં રોજ ઉજવાય છે પક્ષી દિવસ…જાણો વધુ.

ProudOfGujarat

ભરૂચ શહેરમાં પોલીસે 144 નો ભંગ કરનારાઓને દંડાવાળી કરી ઉઠક-બેઠક કરાવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!