Proud of Gujarat
GujaratFeaturedINDIA

વિશાખા બા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા વાગરામાં ક્ષયના દર્દીઓને પોષણ કીટ વિતરણ કરાઇ.

Share

કંસાઈ નેરોલેક પેઇન્ટસ લિમીટેડ કંપની, સાયખાના CSR એક્ટિવિટી ફંડ અંતર્ગત વિશાખા બા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા વાગરા તાલુકાના ટોટલ 48 જેટલા ટી.બી (ક્ષય) ના દર્દીઓને આરોગ્યલક્ષી ન્યુટ્રિસન (પ્રોટીન) કીટ આપવમાં આવી. જે દર્દી છે એમના માટે આ ટોટલ છ (6) માસનો કોર્ષ છે. આજથી આરંભ કરવાંમાં આવેલ આ કાર્યક્રમમાં દર માસે આમ ટોટલ છ માસ સુધી આરોગ્યલક્ષી પ્રોટીન કીટ અને તાલુકા હેલ્થ શાખા તરફથી દવા આવામાં આવનાર છે. આ આરોગ્યલક્ષી કાર્યક્રમની શરૂઆત કંસાઈ નરોલેક પેઈન્ટસ લિમીટેડના પ્લાન્ટ હેડ રાજેશ પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવી. સાથે વાગરા તાલુકાના હેલ્થ ઓફિસર ડો. સિંઘ સાહેબ તથા કંપની સ્ટાફ તેમજ વિશાખા બા ફાઉન્ડેશન ટ્રસ્ટ ના પ્રેસિડેન્ટ ધર્મેન્દ્ર સિંહ ચૌહાણ હાજર રહ્યાં હતાં.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લાનાં અંકલેશ્વર તાલુકાનાં રાજપીપળા રોડ ઉપર આવેલ મીરા નગર વિસ્તારમાં મૂળ અમદાવાદનાં ટ્રક ચાલકનો રિપોર્ટ કોરોના પોઝીટીવ આવતા બે ખાનગી દવાખાના બંધ કરી તબીબ અને તેના પરિવારને હોમ કોરન્ટાઇન કરવામાં આવ્યાં.

ProudOfGujarat

ભરૂચ : કોરોના મહામારીમાં અનોખી સમાજ સેવા કરનાર નબીપુરના યુવાનોનો સન્માન સમારોહ યોજાયો.

ProudOfGujarat

ભરૂચમાં બૌડાની મળેલી બેઠકમાં ૨૦૩ કરોડનું બજેટ મંજુર કરાયુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!